વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીને (Heeraben Modi) શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી માતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા છે. વડાપ્રધાનનો તેમની માતા સાથે ખૂબ જ કિંમતી સંબંધ છે. જન્મદિવસ હોય કે અન્ય કોઈ પ્રસંગ, પીએમ નરેન્દ્ર મોદી તેમની માતાને મળવા અને તેમના આશીર્વાદ લેવા ગાંધીનગર આવે છે. જુઓ વધુ વિશિષ્ટ તસવીરો…
આ તસવીર 16 મે 2014ની છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ નરેન્દ્ર મોદી માતા હીરાબા મોદીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
આ તસવીર 4 ડિસેમ્બર, 2022ની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી માતા હીરાબા મોદીને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી તેમની માતા હીરાબા મોદીને મળ્યા હતા. તેમણે માતાના આશીર્વાદ લીધા હતા.
આ તસવીર 18 જૂન 2022ની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતા હીરાબાને તેમના 100માં જન્મદિવસ પર મળવા પહોંચ્યા હતા.
આ તસવીર 30 ઓક્ટોબર 2019ની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં તેમની માતા હીરાબા મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી બન્યા બાદ પણ પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા ત્યારે જરૂર હીરાબાના આશીર્વાદ લેવા જતાં. અને પોતાના માતા હીરાબાની સાથે તેઓ જમતા હતાં. પીએમ મોદીની હીરાબા સાથેની આ તસવીરો હંમેશા યાદગાર રહેશે. તબિયત નાદુરસ્ત હોવાને કારણે પીએમ મોદીના માતા હીરાબાને અત્યારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. જોકે, હાલ હોસ્પિટલ દ્વારા સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદીના માતા હીરાબાની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: PM મોદીની માતા હીરાબાની હાલત સ્થિર: ડોક્ટર
આ પણ વાંચો:રાહુલ ગાંધીએ PM મોદી માટે કર્યું ટ્વિટ, કહ્યું- આશા છે કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય
આ પણ વાંચો:100 વર્ષની ઉંમરે પણ શિસ્તબદ્ધ જીવન જીવે છે હીરાબા, PM મોદી પણ માતાની દિનચર્યામાંથી લે છે પ્રેરણા
આ પણ વાંચો:એક તરફ ભાઈનો અકસ્માત, બીજી બાજુ માતા બિમાર; પીએમ મોદીના પરિવાર પર બેવડું દુઃખ
આ પણ વાંચો:PM મોદીના માતા હીરાબાની તબિયત બગડી, યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ