હીરાબાની તબિયત બગડી/ રાહુલ ગાંધીએ PM મોદી માટે કર્યું ટ્વિટ, કહ્યું- આશા છે કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, “માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે.

Top Stories India
રાહુલ ગાંધીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદી (Heeraba Modi) બિમાર પડ્યા છે. તેમને બુધવારે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર છે. દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હીરાબાની નાદુરસ્ત તબિયતની માહિતી મળતાં પીએમ નરેન્દ્ર મોદી માટે ટ્વીટ કર્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, “માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું તમારી માતાના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”

હીરાબાને યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલે કહ્યું છે કે તેમની હાલત સ્થિર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી તેમની માતાને મળવા ગયા હતા.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કરી કે, વડાપ્રધાન શ્રીના માતૃશ્રી પૂ.હીરાબા અસ્વસ્થ હોવાના સમાચાર મળ્યા. પૂ.હીરાબા ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે તેવી ઈશ્વરને પ્રાર્થના.

પીએમ મોદીના ભાઈ અકસ્માતનો શિકાર બન્યા હતા

જણાવી દઈએ કે મંગળવારે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને તેમના પરિવારના સભ્યો કર્ણાટકના મૈસૂરમાં કાર અકસ્માતનો ભોગ બન્યા હતા. તમામ લોકો મર્સિડીઝ બેન્ઝ એસયુવીમાં બાંદીપુરથી મૈસુર જઈ રહ્યા હતા. દરમિયાન કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં પ્રહલાદ મોદી, તેમની પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર ઘાયલ થયા હતા. તમામને મૈસુરની જેએસએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રહલાદ મોદી ખતરાની બહાર છે. તેમના પૌત્રના પગમાં ફ્રેક્ચર થયું છે.

આ પણ વાંચો: એક તરફ ભાઈનો અકસ્માત, બીજી બાજુ માતા બિમાર; પીએમ મોદીના પરિવાર પર બેવડું દુઃખ

આ પણ વાંચો:PM મોદીના માતા હીરાબાની તબિયત બગડી, યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો:અમદાવાદની આ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના,જાણો રેગિંગ વિરોધી કાયદા વિશે