અમદાવાદ/ એક તરફ ભાઈનો અકસ્માત, બીજી બાજુ માતા બિમાર; પીએમ મોદીના પરિવાર પર બેવડું દુઃખ

વડાપ્રધાન મોદી તેમની બિમાર માતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હોવાના અહેવાલો વચ્ચે હોસ્પિટલની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat
પીએમ મોદીના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન બિમાર છે. તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બુધવારે સવારે તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તબીબોનું કહેવું છે કે તેમની તબિયત સ્થિર છે. પીએમ મોદી પણ માતાને જોવા માટે અમદાવાદ જવા રવાના થઇ ગયા છે. PM મોદીના 100 વર્ષીય માતાની તબિયત એવા સમયે બગડી છે જ્યારે એક દિવસ પહેલા PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો હતો. પીએમના પરિવારને બે દિવસમાં બેવડી સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવો પડ્યો છે.

વડાપ્રધાન મોદીના માતા હીરાબા મોદીની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને ‘યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર’માં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર હીરાબા મોદીની હાલત સ્થિર છે. વડાપ્રધાન મોદી તેમની બિમાર માતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હોવાના અહેવાલો વચ્ચે હોસ્પિટલની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. હીરાબાનો 100મો જન્મદિવસ આ વર્ષે જૂનમાં ઉજવવામાં આવ્યો હતો. અગાઉ 2016માં પણ પીએમના માતાને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કર્ણાટકમાં મંગળવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો હતો. કારમાં પ્રહલાદ મોદી સહિત તેમના પુત્ર મેહુલ મોદી, પુત્રવધૂ જીનલ મોદી અને પૌત્ર મહાર્થ મોદી સહિત 5 લોકો સવાર હતા. દરેક વ્યક્તિ ઘાયલ થયા છે. અકસ્માતમાં કારની ડ્રાઇવર સાઇડ મોટું નુકસાન થયું છે. તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈની હાલત ગંભીર નથી.

આ પહેલાં 2016માં પીએમ મોદીના  માતા હીરાબાની તબિયત લથડી હતી. તેમને 108 બોલાવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. એટલું જ નહિ, હોસ્પિટલના જનરલ વાર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઈ હતી. તેમને 108માં તેના કર્મચારીઓ સ્ટ્રેચર પર સૂવડાવીને હોસ્પિટલ લઈ ગયા હતા અને જનરલ વોર્ડમાં જ દાખલ કરાયાં હતાં.

આ પણ વાંચો:PM મોદીના માતા હીરાબાની તબિયત બગડી, યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો:ચીનમાં કોરોના વિસ્ફોટથી મોતનું તાંડવ, ચોમેર મૃતદેહો,જુઓ વીડિયો

આ પણ વાંચો:કરોડોના ખર્ચે તૈયાર થયો મેયરનો બંગલો, જાણો દર વર્ષે કેટલા લાખનું આવે છે મેન્ટેનન્સ