Ahmedabad/ શાળાની મહિલા ક્લાર્કની કારીગરી, ખોટી સહિઓ કરી 3 કરોડથી વધુની કરી ઉચાપત

અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલના પ્રિન્સીપાલે મહિલા ક્લાર્ક સામે ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad Gujarat
a 21 શાળાની મહિલા ક્લાર્કની કારીગરી, ખોટી સહિઓ કરી 3 કરોડથી વધુની કરી ઉચાપત

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલના પ્રિન્સીપાલે મહિલા ક્લાર્ક સામે ફરિયાદ નોંધાવી છે. અગાઉના પ્રિન્સીપાલની ખોટી સહીઓ કરી સ્કૂલની ફી અને અન્ય નાણાં મળી 3.21 કરોડ રૂપિયાની મનીષા નામની મહિલા ક્લાર્કે ઉચાપત કરી. સમગ્ર મામલે ઓડિટ દરમિયાન આ કૌભાંડ સામે આવતા યુનિવર્સીટી પોલીસે મહિલા ક્લાર્ક તેના પતિ અને અન્ય એકની ધરપકડ કરી.

  • શહેરની જાણીતી સ્કૂલમાં ઉચાપત
  • શાળાની કલાર્કે 3.21 કરોડની કરી ઉચાપત
  • પતિ સાથે મળી કરી પૈસાની કરી ઉચાપત

શહેરના નારણપુરામાં રહેતા ફાધર ઝેવીયર અમલરાજ સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પ્રિન્સીપાલ છે. તેમની સ્કૂલમાં 21 વર્ષથી મનીષા વસાવા નામની મહિલા કામ કરે છે. જે 15 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. વર્ષના અંતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવીને ઓડિટ કરતા હોવાથી પ્રિન્સીપાલએ તમામ ચેકબુક, પાસબુક અને હિસાબો મનીષા બહેનને લાવવા જણાવ્યું હતું. વારંવાર જણાવવા છતાંય મનિશાબહેને હિસાબો આપ્યા ન હતા અને મંજૂરી વગર જ તેઓ ગેરહાજર રહેવા લાગ્યા હતા. જેથી શાળાના અન્ય ક્લાર્ક દ્વારા સી.એ. ને હિસાબો આપવામાં આવ્યા હતા. એકતરફ મનિશાબહેનની ગેરહાજરી અને બીજીતરફ તેઓની વર્તણુક પરથી ગેરરીતિ થઈ હોવાની સંચાલકોને શંકા ગઈ અને આખરે આ કૌભાંડ સામે આવ્યું.

શાળાનું જે બેંકમાં એકાઉન્ટ હતું તેમાં અનેક ક્રેડિટ ટ્રાન્ઝેકશન થયા હોવાનું સામે આવ્યું હતું. મનીષા વસાવાએ શાળાના ડિડક્શન એકાઉન્ટમાંથી અમુક રકમ ચેકથી તથા અમુક રકમ RTGSથી ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું હતું. જે તે સમયે પ્રિન્સીપાલ ચાર્લ્સ અરુલદાસ હોવાથી તેઓને આ રકમો બાબતે પૂછતાં ચેકબુક મનીષા પાસે રહેતી હોવાનું સામે આવ્યું હતું. અને ચેકબુકથી પૈસા ટ્રાન્સફર થયા હોવાથી સહીઓ બાબતે ચાર્લ્સ અરુલદાસને પૂછતાં તેઓએ કોઈ સહીઓ ન કરી હોવાનું જણાવ્યું હતું. આમ ક્લાર્ક મનીષા એ 3.21 કરોડ રૂપિયાની ઉચાપત કરી જયેશ વાસવાની નામના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરતા આ મામલે કૌભાંડ બાબતે યુનિ. પોલીસે ગુનો નોંધી આરોપી મનીષા અધિકારી તેના પતિ ધીરેન અધિકારી અને જેના એકાઉન્ટમાં આ નાણાં ટ્રાન્સફર કર્યા તેવા જયેશ વાસવાની ની ધરપકડ કરી.

આરોપીઓએ આ કૌભાંડ બે વર્ષ દરમિયાન કર્યું હતું. પણ કૌભાંડ કરી કરોડો રૂપિયા ચાઉં કરવા પાછળનું કારણ શું તે પોલીસ રિમાન્ડ દરમિયાન સામે આવશે. આરોપી ધીરેન અને જયેશની ઓફિસ બાજુ બાજુમાં હોવાથી તે બને એ મહિલા સાથે કૌભાંડમાં સંકળાયા હોવાનું સામે આવ્યું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો