Election/ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારો ની પસંદગી મુદ્દે 3 મહત્વના નિર્ણય

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે ઉમેદવારો ના નામ નક્કી કરવા પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી શરૂ થઈ છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મળેલી આ

Top Stories Gujarat
WhatsApp Image 2021 02 01 at 5.08.06 PM પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારો ની પસંદગી મુદ્દે 3 મહત્વના નિર્ણય
  • ઉમેદવારો ની પસંદગી મુદ્દે 3 મહત્વના નિર્ણય લેવાયા
  • કાલે જામનગર અને ભાવનગર મનપા મુદ્દે થશે ચર્ચા

ગાંધીનગર, સોમવાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે ઉમેદવારો ના નામ નક્કી કરવા પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી શરૂ થઈ છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મળેલી આ બેઠકમાં આજે સુરત અને વડોદરા મહાનગરપાલિકા ના ઉમેદવારો અંગે ચર્ચા કરાઇ હતી. 3 ફેબ્રુઆરી સુધી આ બેઠક ચાલશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી કરવા મુદ્દેપહેલી ફેબ્રુઆરીના છ મહાનગર પાલિકા વિસ્તારના કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે. જેના પગલે આજથી મનપા વિસ્તારમાં ઉમેદવારી પત્રકો ભરવાનું શરૂ થશે. બીજી બાજુ બન્ને મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારો ની પસંદગી મુદ્દે બેઠકોનો દૌર શરૂ થયો છે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકના પ્રથમ દિવસે  ઉમેદવારોની પસંદગી કરતા પહેલા બોર્ડ તરફથી ખાસ માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા જેની જાહેરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલે કરી હતી. બેઠકમાં નક્કી થયા મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા કાર્યકર્તા ને ટિકિટ નહીં અપાય. ત્રણ ટર્મ સુધી રહી ચૂકેલા પૂર્વ નેતાઓને પણ ટિકિટ નહીં અપાય, તેમજ આગેવાનો કે નેતાઓ ના સગા ને પણ પસંદગી માંથી બાકાત કરી દેવામાં આવ્યા છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સર્વાનુમતે લેવાયેલા આ ત્રણ નિર્ણયોથી ભાજપના સિનિયર અને વફાદાર નેતાઓ અને કાર્યકર્તાઓ માં અસંતોષની લાગણી સામે આવી છે.

જોકે પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર નું કહેવું છે કે ભાજપનો કાર્યકર્તા પક્ષ માટે મહત્વનો છે અને તેનો સંગઠન સહિતની કામગીરીમાં ભવિષ્યમાં પક્ષ ઉપયોગ કરશે માટે કાર્યકર્તાએ નિરાશ થવું નહીં. બીજી ફેબ્રુઆરી એ મળનારી બેઠકમાં જામનગર અને ભાવનગર મનપા અંગે ચર્ચા કરાશે.

WhatsApp Image 2021 02 01 at 5.08.06 PM 1 પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારો ની પસંદગી મુદ્દે 3 મહત્વના નિર્ણય

વિધાનસભા અધ્યક્ષની હાજરીથી વિવાદ

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ની હાજરી ઉડીને આંખે વળગી હતી પક્ષી તરફથી જાહેર કરાયેલા બેઠકના મોબાઈલ વીડિયોમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્રષ્ટીગોચર થતા આ મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વિશ કર્યું હતું કે વિધાનસભા અધ્યક્ષ હંમેશા તટસ્થ અને રાજકીય લાભ થી પર હોવા જોઈએ, પણ અધ્યક્ષ પક્ષની બેઠકમાં હાજર રહ્યા છે ત્યારે આગામી વિધાનસભા સત્ર નું સંચાલન તટસ્થતાથી થશે કે કેમ? તેવો સવાલ અમિત ચાવડાએ ઉઠાવ્યો હતો.

કોંગ્રેસના આક્ષેપ મુદ્દે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રવક્તા ભારત ડાંગરે જણાવ્યું હતું કે રાજેન્દ્ર ત્રિવેદી કેટલાક લોકો સાથે માત્ર મળવા માટે પહોંચ્યા હતા આ તેમની ઓપચારિક મુલાકાત હતી અને ત્યારે બેઠક શરૂ થઈ ન હતી. રાજેન્દ્ર ત્રિવેદી બેઠક કક્ષમાં થી નીકળી ગયા બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક નો પ્રારંભ થયો હતો. જોકે આ આક્ષેપ પ્રતિઆક્ષેપ વરચે સૌની નજર હવે ભાજપ અને કોંગ્રેસના મુરતિયઓ પર ઠરી છે.

જુઓ આ વીડિયો અહેવાલ – Gandhinagar: ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક | Bjp

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…