Not Set/ હવામાન વિભાગ:સૌરાષ્ટ્ર કચ્છમાં ઓછો, જયારે ઉત્તર પશ્ચિમી વિસ્તારોમાં પડી શકે છે સારો વરસાદ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં પોતાની અમી દ્રષ્ટી રાખી છે. ગુજરાતમાં અત્યાર સુધીનો 52.89 ટકા વરસાદ નોંધાયો હોવાના આંકડા મળી રહ્યા છે. ત્યારે આગામી ત્રણ દિવસ સુધી મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાની આગાહીની વચ્ચે મંગળવારે સવારે અમદાવાદના અમુક વિસ્તારોમાં ધીમેધારે સારો વરસાદ પડવાની શરૂઆત થઈ છે. […]

Ahmedabad Top Stories Gujarat Others
havaanmaan હવામાન વિભાગ:સૌરાષ્ટ્ર કચ્છમાં ઓછો, જયારે ઉત્તર પશ્ચિમી વિસ્તારોમાં પડી શકે છે સારો વરસાદ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં પોતાની અમી દ્રષ્ટી રાખી છે. ગુજરાતમાં અત્યાર સુધીનો 52.89 ટકા વરસાદ નોંધાયો હોવાના આંકડા મળી રહ્યા છે. ત્યારે આગામી ત્રણ દિવસ સુધી મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાની આગાહીની વચ્ચે મંગળવારે સવારે અમદાવાદના અમુક વિસ્તારોમાં ધીમેધારે સારો વરસાદ પડવાની શરૂઆત થઈ છે.

હવામાન વિભાગે આગાહી ત્રણ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. જેમાં પ્રથમ દિવસે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની નહીંવત આગાહી કરવામાં આવી છે. એટલું જ નહિ અમદાવાદ સહિત સુરત, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી,ખેડા, ડાંગ,અને ગાંધીનગરમાં આગામી ૩ દિવસની આગાહી કરવામાં આવી છે.

હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય પર સક્રિય છે. જેના પગલે આગામી દિવસોમાં ગુજરાતમાં સારા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જયારે આ મુદ્દે હવામાન વિભાગ ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે,

havaanmaan હવામાન વિભાગ:સૌરાષ્ટ્ર કચ્છમાં ઓછો, જયારે ઉત્તર પશ્ચિમી વિસ્તારોમાં પડી શકે છે સારો વરસાદ
હવામાન વિભાગ ડાયરેક્ટર જયંત સરકાર: Mantavya News

આપણી એડવાન્સ ટેક્નોલોજીના માધ્યમે જાણવા મળ્યું છે કે ગુજરાતમાં વાઈડ સ્પ્રેડ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવે વરસાદ થવાની વધારે સંભાવના નથી પરંતુ દક્ષિણ પશ્ચીમી ભાગોમાં જેમ કે સાબરકાંઠા, અરાવલી, મહેસાણા અને અમદાવાદ વગેરે જેવા વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના જણાઈ રહી છે. દરિયાના મોજા 3 મીટરથી 5.5 મીટર છે, જેના કારણે માછીમાર ભાઈઓને આગળ 24 કલાક માટે સાગરખેડવા નહિ જવાની ચેતવણી હવામાન વિભાગ તંત્ર દ્વારા આપવામાં આવી છે. જયારે અત્યાર સુધીમાં આપણે રાજ્યમાં ટોટલ 53% જેટલો વરસાદ થઇ ચુક્યો છે.”