Not Set/ દીવ: મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા પર્યટકો વચ્ચે ઘર્ષણ, પર્યટકોએ બીચ પર બેફામ ગાળો બોલી

દીવ દીવનાં નાગવા બીચ પર મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા પર્યટકો વચ્ચે ઘર્ષણ થયું હતું. દરિયામાં ચોમાસાને લીધે પ્રશાસન દ્વારા ન્હાવાની સખ્ત મનાઈ હોવા છતાં ઉત્તર પ્રદેશની ત્રણ મહિલાઓ ન્હાવા પડતા તેમની ત્યાની મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા અટકાયત કરાઈ હતી. આ મહિલાઓ નશામાં ચૂર હતી પોલીસ દ્વારા આ પર્યટકોને વારંવાર બહાર નીકળવા માટે આદેશ અપાતા […]

Top Stories Gujarat Others Trending
rain 37 દીવ: મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા પર્યટકો વચ્ચે ઘર્ષણ, પર્યટકોએ બીચ પર બેફામ ગાળો બોલી

દીવ

દીવનાં નાગવા બીચ પર મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા પર્યટકો વચ્ચે ઘર્ષણ થયું હતું. દરિયામાં ચોમાસાને લીધે પ્રશાસન દ્વારા ન્હાવાની સખ્ત મનાઈ હોવા છતાં ઉત્તર પ્રદેશની ત્રણ મહિલાઓ ન્હાવા પડતા તેમની ત્યાની મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા અટકાયત કરાઈ હતી.

આ મહિલાઓ નશામાં ચૂર હતી પોલીસ દ્વારા આ પર્યટકોને વારંવાર બહાર નીકળવા માટે આદેશ અપાતા આ મહિલાઓ આવેશમાં આવી ગઈ હતી અને બેફામ રીતે ગાળો બોલવા લાગી હતી. તેમજ એક કોન્સ્ટેબલ પર શારીરિક હુમલો પણ કર્યો હતો. આથી ઓન ડયુટી પોલીસ વર્દી પર હુમલો કરવાના ગુનામાં ત્રણેયની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

દીવ પોલીસ દ્વારા પ્રસાશનિક નિયમો નું ઉલ્લંઘન કરનાર તેમજ ઓન ડયુટી પોલીસ વર્દી પર હુમલો કરનાર આ ત્રણેય નશા માં ચૂર પર્યટક મહિલાઓ પર FIR નોંધી મેડિકલ કરાવવામાં આવ્યું હતું. તેમના પર CR નંબર ૪૦/૨૦૧૮ U/S ૩૫૩, ૧૮૬, ૩૩૨, R/W ૩૪, IPC મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જ્યારે દીવ કોર્ટ દ્વારા નશાખોર મહિલાઓને જમાનત પર છોડી દેવા મા આવી હતી અને તે મહિલાઓને કોર્ટની દરેક તારીખ પર દીવમાં હાજરી આપવાની રહેશે.