ચૂંટણી/ સરદાર પટેલને રાજકીય કારર્કિદીની પ્રથમ ચૂંટણીમાં કેટલા મત મળ્યા હતા, પરિણામ શું આવ્યું હતું જાણો

સરદાર પટેલે તેમની રાજકીય કારર્કિદી પેટા ચૂંટણીથી કરી હતી અને ભારે રસાકસી બાદ તેઓ જીત્યા હતા. 

Top Stories Trending
sardar સરદાર પટેલને રાજકીય કારર્કિદીની પ્રથમ ચૂંટણીમાં કેટલા મત મળ્યા હતા, પરિણામ શું આવ્યું હતું જાણો

આજેપણ સરદાર પટેલ તેમના સાહસિક નિર્ણય અને વ્યક્તિત્વના લીધે  લોકોના માનસપટ પર છવાયેલા  છે તેમણે દેશના હિત માટે જે કર્યું તે સોનેરી અક્ષરે ઇતિહાસમાં આલંકિત  છે. સરદાર તેમના લોંખડી વ્યક્તિથી ખ્યાતિ પામેલા છે. સરદાર પટેલનો જન્મ નડિયાદમાં થયો હતો અને તેમનું વતન કરમસદ છે આજે પણ દર વર્ષે દેશ વિદેશના હજારો લોકો તેમના ઘરની મુલાકાત લે છે. સરદાર પટેલની આજે 146 જન્મ જયંતિ છે. સરદાર પટેલે તેમની રાજકીય કારર્કિદી પેટા ચૂંટણીથી કરી હતી અને ભારે રસાકસી બાદ તેઓ જીત્યા હતા.

સરદાર વલ્લભબાઇ પટેલે તેમની રાજકીય કારર્કિદીની શરૂઆત 1917માં પેટા ચૂંટણીથી કરી હતી, આ ચૂંટણીમાં ભારે રસાકસી થઇ હતી અને અંતે સરદાર વિજ્ય બન્યા હતા. સરદારે 1917માં યોજાયેલી દરિયાપુર વોર્ડની પેટા ચૂંટણીમાં એક મતથી જીત મેળવી હતી. મહત્વનું છે કે, એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે 314 મત મળ્યા હતા,જ્યારે તેમના હરિફ બેરિસ્ટર ગુલામ મયુદ્દીનને 313 મત મળ્યા હતા. માત્ર એક જ મતથી સરદાર પટેલ વિજયી બન્યા હતા. અમદાવાદના ઈતિહાસમાં સૌથી પ્રથમ વખતની આ ચૂંટણી રસાકસીભરી માનવામાં આવે છે.

917માં યોજાયેલી દરિયાપુર વોર્ડની પેટા ચૂંટણીમાં સરદાર વલ્લભભાઈ પટેલ એક મતથી જીત્યા હતા. આ બાદ જ તેમની રાજકીય જીવનની શરૂઆત થઇ હતી.આ ચૂંટણી જીતીને સરદાર પટેલ 1924માં સુધરાઈના અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા. આ બાદ બારડોલી સત્યાગ્રહ દરમિયાન તેમને સરદારનું બિરુદ મળ્યું હતું. 1931માં તેમને કરાંચી કોંગ્રેસના પ્રમુખપદે બિનહરીફ ચૂંટાયા હતા.