Not Set/ ભારતને લાગ્યો ચોથો ઝટકો, રહાણે થયો આઉટ

ભારતને ત્રીજા દિવસની પહેલી જ ઓવરમાં પૂજારાના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. પૂજારા 9 રન બનાવીને આઉટ થયો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ રમાઈ રહી છે.

Top Stories Sports
ભારતને

ભારતને ત્રીજા દિવસની શરૂઆતમાં રહાણેના રૂપમાં ચોથો આંચકો લાગ્યો હતો. રહાણે 1 રન બનાવીને આઉટ થયો હતો. ભારતને ત્રીજા દિવસની પહેલી જ ઓવરમાં પૂજારાના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. પૂજારા 9 રન બનાવીને આઉટ થયો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ રમાઈ રહી છે. અને બે દિવસમાં જ બંને ટીમનો પ્રથમ દાવ પૂર્ણ થઈ ગયો છે. જ્યારે ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 223 રન બનાવ્યા હતા, જ્યારે આફ્રિકાની ટીમ 210 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી બુમરાહે શાનદાર રમત બતાવી અને 5 વિકેટ પોતાના નામે કરી. કેપ્ટન કોહલી અને પૂજારાએ પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ કરી હતી, પરિણામે ટીમ પ્રથમ દાવમાં 13 રનની લીડ લઈ શકી હતી.

આ પણ વાંચો :ભારત અને પાકિસ્તાનની મેચનો રોમાંચ હવે દર વર્ષે મળશે જોવા! રમીઝ રાજાએ કરી આ જાહેરાત

જોકે, બીજી ઇનિંગની શરૂઆત ભારત માટે સારી રહી ન હતી. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ જલ્દી આઉટ થઈ ગયા. ગઈકાલની રમતના અંત સુધીમાં ભારતનો સ્કોર 2 વિકેટે 57 રન હતો. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત બીજા દાવમાં ઉચ્ચ રનની લીડ લઈને દક્ષિણ આફ્રિકા પર દબાણ જાળવી રાખશે. કારણ કે જોવામાં આવ્યું છે કે ચોથી ઇનિંગમાં આ મેદાન પર બેટિંગ કરવી બિલકુલ સરળ નથી.

આ પણ વાંચો :પોતાની અંતિમ મેચમાં જીત મેળવ્યા બાદ ભાવુક થયો રોસ ટેલર, મળ્યુ ગાર્ડ ઓફ ઓનર

ભારત પાસે શ્રેણી જીતવાની શાનદાર તક છે. જો ભારત આ કારનામું કરવામાં સફળ રહે છે તો 29 વર્ષની લાંબી રાહનો અંત આવશે. સાથે જ, વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં એક શાનદાર રેકોર્ડ લખવામાં આવશે.

આ પણ વાંચો :ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને રગદોડ્યું, ભારતનો એક જ બેટ્સમેન પડ્યો ભારે

આ પણ વાંચો :4 વર્ષ પછી જસપ્રીત બુમરાહની કેપટાઉનમાં ધમાકેદાર વાપસી, 5 વિકેટ લઈને આ રેકોર્ડ કર્યો પોતાના નામે

આ પણ વાંચો :કિદામ્બી શ્રીકાંત સહિત 6 ખેલાડી કોરોના સંક્રિમત,ઓપન ટુર્નામેન્ટમાંથી બહાર