UP Election/ વિધાનસભા ચૂંટણી પહેલા યોગી સરકારને વધુ એક ઝટકો, મંત્રી ધર્મ સિંહ સૈનીએ પણ આપ્યું રાજીનામું

ડો.ધર્મ સિંહ સૈનીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.જણાવવામાં આવી રહ્યું છે કે સહારનપુરની નકુડ સીટના બીજેપી ધારાસભ્ય ધર્મ સિંહ સૈનીએ સરકારી આવાસ અને સુરક્ષા છોડી દીધી છે.

Top Stories India
ધર્મ સિંહ સૈનીએ

ઉત્તર પ્રદેશમાં ભાજપને સતત એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આયુષ મંત્રી ધર્મ સિંહ સૈનીએ પાર્ટી છોડી દીધી છે. તેમના સમાજવાદી પાર્ટીમાં જોડાવાની માહિતી છે. ડો.ધર્મ સિંહ સૈનીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.જણાવવામાં આવી રહ્યું છે કે સહારનપુરની નકુડ સીટના બીજેપી ધારાસભ્ય ધર્મ સિંહ સૈનીએ સરકારી આવાસ અને સુરક્ષા છોડી દીધી છે. તેમણે સ્વામી પ્રસાદ મૌર્ય અને દારા સિંહ ચૌહાણ જેવા મંત્રી પદ પણ છોડી દીધું છે. તેઓ ટૂંક સમયમાં જ લખનઉમાં સપા પ્રમુખ અખિલેશ યાદવને મળશે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સપામાં જોડાશે.

આ પણ વાંચો :જનતા પસંદ કરશે AAPનો CM ચહેરો! કેજરીવાલે ફોન નંબર જારી કરીને માંગ્યા સૂચનો

શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ યોગી કેબિનેટમાંથી રાજીનામું આપીને સપામાં જોડાયા બાદથી એવું માનવામાં આવી રહ્યું હતું કે સ્વામી પ્રસાદ મૌર્યની સાથે ધર્મ સિંહ સૈની પણ સપામાં જોડાશે. સહારનપુરની નકુર વિધાનસભા બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા ડો. ધર્મ સિંહ સૈનીએ ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઈમરાન મસૂદને હરાવ્યા હતા. ઇમરાન મસૂદ પણ ગતરોજ સપામાં જોડાયા છે. ધર્મ સિંહ સૈની નાકુર વિધાનસભા સીટ પરથી સપાની ટિકિટ પર ચૂંટણી લડે તેવી શક્યતા છે.

સપા સુપ્રીમો અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે ટ્વિટર પર ધર્મ સિંહ સૈની સાથેની મુલાકાતની તસવીર શેર કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, “સામાજિક ન્યાયના બીજા યોદ્ધા ડો. ધરમ સિંહ સૈની જીના આગમનથી આપણી ‘સકારાત્મક અને પ્રગતિશીલ રાજનીતિ’ને વધુ ઉત્સાહ અને શક્તિ મળી છે. તેમનું હાર્દિક સ્વાગત અને શુભેચ્છાઓ. સર્વસમાવેશકતાની જીત- સંવાદિતા બાવીસમાં નિશ્ચિત છે!

કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાની સાથે જ નકુડ વિધાનસભાના ધારાસભ્ય અને આયુષ રાજ્ય મંત્રી ડો. ધર્મ સિંહ સૈનીને લઈને પણ અટકળો તેજ થઈ ગઈ હતી. છેલ્લા બે દિવસથી ભાજપ છોડીને સપામાં જોડાવાની અફવા ફેલાઈ રહી હતી. આ પહેલા મંત્રી ડો. ધેમ સિંહ સૈનીનો વીડિયો જાહેર થયો હતો, જેમાં તેમણે અફવા પર પૂર્ણવિરામ મુકતા કહ્યું હતું કે તેઓ ભાજપમાં છે અને ભાજપમાં જ રહેશે.

આ પણ વાંચો :યુપીની ચૂંટણી પહેલા BJPમાં અફરાતફરી, 8મા ધારાસભ્યએ પણ આવ્યું રાજીનામું

સ્વામી પ્રસાદ મૌર્યની સાથે ડો. ધર્મ સિંહ સૈની બીએસપી છોડીને ભાજપમાં જોડાયા હતા. આ પછી ભાજપે 2017ની વિસ ચૂંટણી નકુડ બેઠક પરથી જ લડી હતી, જેમાં તેઓ જીત્યા હતા. તેઓ યોગી આદિત્યનાથની કેબિનેટમાં આયુષ રાજ્યમંત્રી હતા.

મંગળવારે સ્વામી પ્રસાદ મૌર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. અચાનક બનેલી ઘટનાઓને પગલે મંત્રી ડો. ધર્મ સિંહ સૈની પણ મૌર્યની જેમ રાજીનામું આપશે તેવી રાજકીય અટકળોએ જોર પકડ્યું હતું. આખરે એવું જ થયું અને ગુરુવારે ધર્મ સિંહ સૈનીએ પદ પરથી રાજીનામું આપી દીધું. હવે તે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે છે.

આ પણ વાંચો :પાંચ નેતાઓ કોવિડ પોઝિટિવ, કોંગ્રેસે લીધો આ મોટો નિર્ણય

આ પણ વાંચો :સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- આજે દિલ્હીમાં નોંધાશે 27 હજારથી વધુ નવા કેસ, લોકડાઉન પર કહ્યું…

આ પણ વાંચો :કોંગ્રેસે યુપી ચૂંટણી માટે 125 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, 50 મહિલાઓને આપી ટિકિટ