Ahmedabad News: અમદાવાદ ક્રાઇમબ્રાન્ચેને દોઢ મહિના બાદ ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવાહી કાંડના મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિત સિંહ ધરપકડ કરવામાં સફળતા મળી છે ગુનો કર્યા બાદ આરોપીઓ ગુજરાતમાંથી નાસી ગયા હતા. અઢી મહિના સુધી ફરાર રહ્યા બાદ આરોપી અમદાવાદ આવ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે. આરોપીઓએ નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો અને પાસ કરવવા માટે 50 હજાર લેતા હતા. આ રીતે બંનેએ અત્યાર સુધીમાં 60 જેટલા વિદ્યાર્થીઓ પાસ કરાવ્યા છે. યુનિવર્સિટીના કર્મચારી સંજય ડામોરની ધરપકડ થઈ ચૂકી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં નર્સિંગની પરીક્ષા ચાલી રહી હતી. ત્યારે 10 જુલાઈએ રાતે ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી નર્સિંગની 14 ઉત્તરવહી ગાયબ થઈ ગઈ હતી. આ અંગે NSUI દ્વારા 11 જુલાઈએ હોબાળો કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવતા 14 વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગાયબ હતી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે 14 વિદ્યાર્થીઓ અને બોટની વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓની પૂછપરછ કરી હતી.
પોલીસ તપાસમાં સની ચૌધરી અને અમિત સિંઘ નામના આરોપીની સમગ્ર મામલે સંડોવણી સામે આવી હતી. આરોપી પરિણામ આવે તે જ દિવસે નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા હતા. વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષામાં પાસ કરાવવા માટે સેટિંગ કરતા હતા. વિદ્યાર્થી પાસેથી એક પેપર દીઠ 50 હજાર રૂપિયા લેતા હતા. પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને પેપર કોરું રાખવા કહેતા હતા અને પેપરમાં છેલ્લા પેજ પર નિશાની કરવાનું કહેતા હતા.
આ પણ વાંચો:વલસાડ નજીક હમસફર સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ, એક ડબ્બો સળગતા અફડાતફડી
આ પણ વાંચો:શક્તિપીઠ અંબાજીમાં આજથી આસ્થાના મહાકુંભનો પ્રારંભ, ચાચર ચોક જય જય અંબેના નાદથી ગંજી ઉઠ્યો
આ પણ વાંચો:જુઓ આ રિયલ સિંઘમમાં ફોટોગ્રાફી હૂનર….
આ પણ વાંચો:સુરતમાં વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી હોટલ અને ઘરમાં લઇ જઈ વિધર્મીનું આચર્યું દુષ્કર્મ