ટ્રેનમાં આગ/ વલસાડ નજીક હમસફર સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ, એક ડબ્બો સળગતા અફડાતફડી

વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. વલસાડના છીપાવાડ વિસ્તાર નજીક આગની ઘટના બનતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં.

Top Stories Gujarat Others
  • વલસાડથી સુરત જતી એક ટ્રેનમાં લાગી આગ
  • વલસાડના છીપાવાડ વિસ્તાર નજીકની ઘટના
  • રેલ્વે વિભાગ દ્વારા સાઇરન વગાડીને જાણકારી અપાઈ
  • બનાવને લઇ તંત્ર થયુ દોડતું

Valsad News: વલસાડથી સુરત જતી ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ટ્રેનમાં અચાનક આગ લગતા મુસાફરોમાં નાસભાગ મચી જવા પામી છે. જણાવી દઈએ કે, આ ઘટના વલસાડના છીપાવાડ વિસ્તાર નજીકની બની છે. જ્યારે આગને પગલે રેલ વિભાગ દોડતું થયું છે. હજુ ચાલતી ટ્રેનમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.

મળતી માહિતી અનુસાર,  વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. વલસાડના છીપાવાડ વિસ્તાર નજીક આગની ઘટના બનતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. આગ લાગવાની ઘટનાને લીધે રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. ટ્રેનના જનરેટર કોચમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે.

જ્યારે સમગ્ર ઘટના અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવતાં રેલ વિભાગ દોડતું હતું અને ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગાટો દેખાયા હતા. ટ્રેનમાં આગ કયા કારણોસર લાગી? તે અંગે હાલ કોઇ જાણકારી સામે આવી નથી.

આ પણ વાંચો:શક્તિપીઠ અંબાજીમાં આજથી આસ્થાના મહાકુંભનો પ્રારંભ, ચાચર ચોક જય જય અંબેના નાદથી ગંજી ઉઠ્યો

આ પણ વાંચો:સુરતમાં વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી હોટલ અને ઘરમાં લઇ જઈ વિધર્મીનું આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:જુઓ આ રિયલ સિંઘમમાં ફોટોગ્રાફી હૂનર….

આ પણ વાંચો:રાજકોટમાં કોણે કર્યું યૌન”શોષણ…