Not Set/ સરસ ફાર્મ પર પોલીસના દરોડા, મોંધીદાટ કાર સહિત લાખોની રકમ કબ્જે,15 જુગારીઓને પોલીસે લીધા બાનમાં

સુરત સુરતના ઓલપાડ નજીક આવેલા સરસ ફાર્મ ખાતે પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ગિરીશ પટેલ સહિત 15 જુગાર રમતા ઝડપાયા હતા. ઓલપાડ પોલીસના દરોડાની જાણ થતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી જુગાર રમવાની સાથે પાર્ટી કરવા આવેલા 15 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જુગારીઓ […]

Top Stories Gujarat Trending

સુરત

સુરતના ઓલપાડ નજીક આવેલા સરસ ફાર્મ ખાતે પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ગિરીશ પટેલ સહિત 15 જુગાર રમતા ઝડપાયા હતા. ઓલપાડ પોલીસના દરોડાની જાણ થતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.

પોલીસે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી જુગાર રમવાની સાથે પાર્ટી કરવા આવેલા 15 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

જુગારીઓ પાસેથી મોંધીદાટ કારો સહિત લાખોની રોકડ કબ્જે કરી જુગારીઓ સામે કાર્યવાહી કરી હતી. જો કે,જુગારીઓમાં સુરત મહાનગર પાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ગિરીશ પટેલ સહિત શહેરના મોટા માથા હોવાના કારણે મોડી રાત્રે રાજકીય આગેવાનોએ સમગ્ર કેસને રફેદફે કરવા પ્રયત્નો કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

પોલીસે ગુનો નોંધી જુગારધામ તો પકડ્યું પણ તમામ જુગારીઓને મોડી રાત્રીએ જ જામીન પર છોડી મુકતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.