લવ જેહાદ/ સુરતમાં વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી હોટલ અને ઘરમાં લઇ જઈ વિધર્મીનું આચર્યું દુષ્કર્મ

સુરતમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી સગીરા મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતી હતી. તેનું ધ્યાન અભ્યાસમાં પૂરતું ન હોવાના કારણે એક દિવસ સગીરાની માતા દ્વારા સગીરાનો મોબાઇલ ચેક કરવામાં આવ્યો. ત્યારે…..

Gujarat Surat
Mantavyanews 13 3 સુરતમાં વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી હોટલ અને ઘરમાં લઇ જઈ વિધર્મીનું આચર્યું દુષ્કર્મ

સુરત શહેરમાં વિદર્મી યુવક દ્વારા એક સગીરા સાથે દુષ્કર્મ આચાર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે સગીરાના પરિવારના સભ્યો દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને વિધર્મી અસદ વિરાણીની ધરપકડ કરી છે. વિઘર્મી યુવક અવારનવાર સગીરાને હોટલમાં લઈ જતો હતો આ ઉપરાંત તેના ઘરે બોલાવીને પણ શારીરિક સંબંધ બાંધતો હતો.

સુરતમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી સગીરા મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતી હતી. તેનું ધ્યાન અભ્યાસમાં પૂરતું ન હોવાના કારણે એક દિવસ સગીરાની માતા દ્વારા સગીરાનો મોબાઇલ ચેક કરવામાં આવ્યો. ત્યારે અન્ય યુવક સાથે સગીરાના બીભત્સ ફોટો તેના મોબાઇલમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ સગીરાની માતા દ્વારા આ સમગ્ર મામલે પરિવારના અન્ય સભ્યોને આ બાબતે માહિતી આપતા પરિવારના સભ્યોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

ત્યારબાદ પરિવારના સભ્યો પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ યુવકનું નામ અસદ વિરાણી છે અને તે સ્ક્રેપના વેપારીનો દીકરો છે. જેથી આ સમગ્ર મામલે સગીરાના પરિવારના સભ્યો દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં અસદ અલ્તાફ વિરાણી સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે અસદની ધરપકડ કરી છે.

મહત્વની વાત છે કે, આરોપી સાથે સગીરા અગાઉ શાળામાં અભ્યાસ કરતી હતી અને ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. તો અસદ અવારનવાર મિત્રતાની આડમાં સગીરાને ફોસલાવીને ડુમસની હોટલમાં ઉપરાંત તેના ઘરે બોલાવીને સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. આ સમગ્ર મામલે સગીરાની માતાની ફરિયાદના આધારે વેસુ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:રાજકોટમાં કોણે કર્યું યૌન”શોષણ…

આ પણ વાંચો:જુઓ આ રિયલ સિંઘમમાં ફોટોગ્રાફી હૂનર….

આ પણ વાંચો:નર્મદા નદીના પૂરથી પાકને થયેલા નુકસાન મામલે સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર, જાણો કોને મળશે લાભ

આ પણ વાંચો:રાજ્ય સરકારની કિસાન સૂર્યોદય યોજનાઃ હજી પણ હજારો ગામોમાં ‘સૂર્યોદય’ થવાનો બાકી