junior clerk exam/ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષા સ્થગિત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓ સ્થગિત રાખી છે. જીએસએસએસબીએ જાહેરનામુ બહાર પાડીને ઉમેદવારોને આ જાણ કરી છે. લોકસભા ચૂંટણી ચાલી રહી હોવાથી ગુજરાત ગૌમ સેવા પસંદગી મંડળે વહીવટી કારણોને આગળ ધરીને વિવિધ કેડરની પરીક્ષાઓ હાલમાં સ્થગિત કરી દીધી છે. આ પરીક્ષાની નવી તારીખો આગામી સમયમાં જાહેર થશે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 2024 04 19T160605.949 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષા સ્થગિત

ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓ સ્થગિત રાખી છે. જીએસએસએસબીએ જાહેરનામુ બહાર પાડીને ઉમેદવારોને આ જાણ કરી છે. લોકસભા ચૂંટણી ચાલી રહી હોવાથી ગુજરાત ગૌમ સેવા પસંદગી મંડળે વહીવટી કારણોને આગળ ધરીને વિવિધ કેડરની પરીક્ષાઓ હાલમાં સ્થગિત કરી દીધી છે. આ પરીક્ષાની નવી તારીખો આગામી સમયમાં જાહેર થશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ ગુજરાત ગૌમ સેવા મંડળ દ્વારા આયોજિત પરીક્ષા કાર્યક્રમ મુજબ 20,21,27 અને 28 એપ્રિલ 2024ના રોજ તથા ચાર અને પાંચમી મેના રોજ રાખવામાં આવેલી તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. પણ 8 મે 2024ના રોજનો પરીક્ષા કાર્યક્રમ જાળવી રાખવામાં આવ્યો છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વર્ગ ત્રણની ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા હેઠળ કુલ 5554 જગ્યાઓની સીધી ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી તાજેતરમાં અરજીઓ મંગાવવામાં આવી હતી.

આ પરીક્ષાની તારીખ પણ બદલાઈ

તાજેતરમાં જાહેર થયેલા નોટિફિકેશન પ્રમાણે સંઘ લોકસ સેવા આયોગ (UPSC)ની સીવીલ સર્વિસની પ્રાથમિક પરીક્ષાને ધ્યાને લઈને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજવાની થતી પ્રાથમિક કસોટીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 16 જૂન 2024માં લેવાનારી ઔષધ નિરીક્ષક વર્ગ 2 અને નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગની પરીક્ષા હવે 21 જુલાઈ 2024ના રોજ લેવાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેહદાન સ્વીકારવામાં આ શહેર ગુજરાતમાં મોખરે, જાણો વિગતે

આ પણ વાંચો:ગુજરાતમાં ગરમી વધતાં હજારની નજીક પહોંચવા આવ્યા કેસો

આ પણ વાંચો:ગુજરાતમાં આ બે સ્થળોએ અકસ્માત થતાં મોતની ઘટના