રાજકોટ/ રાજકોટમાં કોરોના કેસ વધતાં કોર્પોંરેશન દ્વારા ફરી 70 ધન્વંતરી રથ દોડાવાશે…

શહેરમાં કોરોના ટેસ્ટીંગ અને ટ્રેસીંગ માટે 70 ધન્વતરી રથ શરૂ કરવાની મંજૂરી મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે માંગવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે

Gujarat Rajkot
Untitled 81 રાજકોટમાં કોરોના કેસ વધતાં કોર્પોંરેશન દ્વારા ફરી 70 ધન્વંતરી રથ દોડાવાશે...

રાજયમાં કોરોનાની  બીજી લહેર  ઘાતકી  જોવા મળી હતી જેમાં  લાખો  લોકો  કોરોનામાં મૃત્યુ પામ્યા હતા.  સરકાર દ્વારા કેસો  પર નિયંત્રણ લાવવા અથાગ પ્ર્યતનો કરવામાં આવ્યા હતા . ત્યારે હવે દિવાળી પછી  કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.  જેમાં ખાસ કરીનેરાજકોટમાં છેલ્લાં ઘણા દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્રીજી લહેરએનઓ ભય હવે શહેરીજનોને હવે સતાવવા લાગી  રહ્યો છે ત્યારે ટે 70 ધન્વતરી રથ શરૂ કરવાની મંજૂરી કોર્પોંરેશન દ્વારા  આપવામાં આવી છે.

આ પણ  વાંચો:ખુલ્યો ભેદ! / કાનપુરની અબજોની રકમમાં ગુજરાત કનેક્શન!

રાજકોટમાં વધતાં સંક્રમણથી તંત્ર પણ ફફડી ઉઠ્યું છે. શહેરમાં કોરોના ટેસ્ટીંગ અને ટ્રેસીંગ માટે 70 ધન્વતરી રથ શરૂ કરવાની મંજૂરી મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે માંગવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉ5રાંત શહેરમાં ફરી રાજમાર્ગો અને સર્કલ પર ટેસ્ટીંગ બૂથ કરવાની વિચારણાં પણ ચાલી રહી છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હવે શહેરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે

આ પણ વાંચો:રાજકોટ / દેશભરમાં પ્રથમવાર રાજકોટ મહાપાલિકા દ્વારા તમામ સેવાઓ હવે વોટ્સએપ પર આપશે

ત્યારે ફરી 70 ધન્વતરી રથ શરૂ કરવાની મંજૂરી મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે માંગવામાં આવી છે. જેને એકાદ-બે દિવસમાં રાજ્ય સરકાર બહાલી આપી દેશે તેવી સંભાવના જણાઇ રહી છે. મહાપાલિકા દ્વારા ફરી શહેરના તમામ 18 વોર્ડમાં ધન્વતરી રથ દોડતા કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્ય રાજમાર્ગો પર ટેસ્ટીંગ બૂથ પણ ઉભા કરવાની વિચારણાં ચાલી રહી છે.