Not Set/ સુરત સિવિલની ગંભાર બેદરકારી કે પછી બીજુ કઇ ?? નવજાત શીશુઓ સાથે ચાલતા નજરે આવી સફાઇ કામદાર મહિલા

​ દેશ – દુનિયાની સાથે સાથે ગુજરાત પણ કોરોના સામે જંગ લડી રહ્યું છે. સરકાર સહિત અને તમામ નાગરિકો કોરોના સામેનાં જંગમાં કોરોનાને પરાસ્ત કરવા માટે જજૂમી રહ્યા છે. તમામ પ્રકારની ઉપલબ્ઘ સુવિધાઓ અને મેડિકલ ઉપચાર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી જ રહ્યા છે તેમા બે મત નથી. પરંતુ છતા પણ કોઇને કોઇ કારણે કઇ ને […]

Gujarat Surat

દેશ – દુનિયાની સાથે સાથે ગુજરાત પણ કોરોના સામે જંગ લડી રહ્યું છે. સરકાર સહિત અને તમામ નાગરિકો કોરોના સામેનાં જંગમાં કોરોનાને પરાસ્ત કરવા માટે જજૂમી રહ્યા છે. તમામ પ્રકારની ઉપલબ્ઘ સુવિધાઓ અને મેડિકલ ઉપચાર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી જ રહ્યા છે તેમા બે મત નથી. પરંતુ છતા પણ કોઇને કોઇ કારણે કઇ ને કઇ કાચુ કપાઇ રહ્યું હોય તેવુ સામે આવી જ રહ્યુ છે. કદાચ આવી ઘટનાઓ પાછળ અનેક કારણો પણ હોય શકે. પરંતુ કોરોનાને કારણ સાથે કોઇ મતલબ નથી. જો ચૂકી ગયા તો ગયાની તર્જ પર ફેલાઇ રહેલા કોરોના માટે એક ભૂલ પણ ગંભીર પરિણામ લાવવા માટે સક્ષમ હોવાનુ તમામ હવે જાણી જ ચૂક્યા છે. 

સરકાર દ્વારા પણ ગંભીરથી ગંભીર રીતે કોરોના સામે કેવી રીતે વર્તવુ અને માર્ગદર્શીકાનુ તમામે કેવી રીતે પાલન કરવુ તે વારંવાર કહેવામાં આવી જ રહ્યુ છે.ત્યારે જો આ પ્રકારનાં  દ્રશ્યો નજરે ચડે તો શું સમજવુંં. શું આ ઘટના ભારોભાર બેદરકારી છે કે, પછી કઇ બીજુ….જી હા સુરત સિવિલ હોસ્પિટલમાં એક સફાઇ કર્મચારી મહિલા નવજાત શીશુઓ સાથે ચાલતી જતી નજરે આવી, વાત નાની કહી શકાય, પરંતુ આજે ગુજરાત સહિત વિશ્વની જે સ્થિતિ જોવામાં આવે છે તે આવી નાની નાની વાતને ન ગણકારવાનુ જ કદાચ પરિણામ છે.

જુઓ આ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી, તમે પણ જોઇને ચોંકી જશે ……..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન