Not Set/ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુખાવો થતાં સારવાર અર્થે એઇમ્સમાં ખસેડાયા

પૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવો થવાની ફરિયાદ બાદ રાત્રે 8.45 વાગ્યે તેમને દિલ્હીનાં એઈમ્સનાં કાર્ડિયો-થોરૈસિક (કાર્ડિયાક અને છાતી સંબંધિત) વોર્ડમાં નિરીક્ષણમાં રાખવામાં આવ્યાં છે.મનમોહન સિંહ આઇસીયુમાં છે અને હાર્ટ ડૉક્ટર નીતીશ નાયક તેમને જુએ છે. 87 વર્ષીય પૂર્વ વડા પ્રધાનની 2009 માં એઈમ્સમાં બાયપાસ સર્જરી થઈ હતી. […]

India
744d6c29940590048bc4f33ea17f4919 પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુખાવો થતાં સારવાર અર્થે એઇમ્સમાં ખસેડાયા
744d6c29940590048bc4f33ea17f4919 પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુખાવો થતાં સારવાર અર્થે એઇમ્સમાં ખસેડાયા

પૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવો થવાની ફરિયાદ બાદ રાત્રે 8.45 વાગ્યે તેમને દિલ્હીનાં એઈમ્સનાં કાર્ડિયો-થોરૈસિક (કાર્ડિયાક અને છાતી સંબંધિત) વોર્ડમાં નિરીક્ષણમાં રાખવામાં આવ્યાં છે.મનમોહન સિંહ આઇસીયુમાં છે અને હાર્ટ ડૉક્ટર નીતીશ નાયક તેમને જુએ છે. 87 વર્ષીય પૂર્વ વડા પ્રધાનની 2009 માં એઈમ્સમાં બાયપાસ સર્જરી થઈ હતી. ઘણા નેતાઓએ મનમોહન જલ્દીથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

મનમોહન સિંહ નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિઓની ટીકા કરતા આવ્યા છે. ગયા મહિને તેમણે મોદી સરકારનાં કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા (ડી.એ.) રોકવાના નિર્ણયની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કોવિડ-19 વચ્ચે આ કડક પગલું બિનજરૂરી રીતે લેવામાં આવ્યું છે.

રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહનાં સ્વાસ્થ્ય પર ચિંતા વ્યક્ત કરી છે અને તેમને શુભકામનાઓ પાઠવી છે. ગેહલોતે ટ્વિટમાં કહ્યું, ‘પૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહને દિલ્હીનાં એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાની માહિતી પર ઘણી ચિંતા થઇ. હું તેમની ઝડપથી સ્વસ્થતા માટે કામના કરું છું અને તેમના સારા સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.