Not Set/ મુંબઇમાં ધોધમાર વરસાદથી 24 થી વધુ લોકોના મોત થયા

મુંબઈમાં વરસેલા ધોધમાર વરસાદ અને દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે પ્રધાનમંત્રી મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ

India
Untitled 144 મુંબઇમાં ધોધમાર વરસાદથી 24 થી વધુ લોકોના મોત થયા

માયાનગરી મુંબઇ  મૂશળધાર વરસાદને લીધે સમગ્ર શહેર માં અનેક જગ્યાએ  પાણી ભરાયા હતા . શહેરના અનેક વિસ્તારો માં  વરસાદ થી ઘણું નુકશાન થયું હતું .  ચેમ્બુરમાં ભેખડ ધસી પડતા મહિલા, બાળકો  19 જણ ઊઘમાં જ મૃત્યુ પામ્યા હતા વિક્રોલીમાં પાંચકે ઘર તૂટી પડતા 10 જણ અને ભાંડુપમાં દીવાલ તૂટી જતા 16 વર્ષનો કિશોર મોતને ભેટયા હતા.

Untitled 141 મુંબઇમાં ધોધમાર વરસાદથી 24 થી વધુ લોકોના મોત થયા

કાટમાળ નીચે દબાઇ ગયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યકત કર્યો હતો. પ્રત્યકે મૃતકના પરિવારને વડાપ્રધાને બે લાખ રૂપિયા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી.અને મૃતકોના પરિવારજનોને બે બે લાખ અને ઘાયલોને 50-50 હજારનું વળતર આપવાની જાહેરાત કરી.

Untitled 142 મુંબઇમાં ધોધમાર વરસાદથી 24 થી વધુ લોકોના મોત થયા

મુંબઇમાં વરસાદમાં ઇમારત, ઘર, દીવાલ, ઝાડ તૂટી પડવાની ઘટનામાં અનેક જણ જીવ ગુમાવતા હોય છે. દર વર્ષે આ પ્રકારના બનાવ બનતા હોવાથી લોકોની સુરક્ષા બાબતે જરૂરી પગલા ભરવા જોઇએ એવી ચર્ચા થઇ રહી છે. મુંબઇમાં ગઇકાલે રાતે ધોધમાર વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા.

Untitled 143 મુંબઇમાં ધોધમાર વરસાદથી 24 થી વધુ લોકોના મોત થયા

.