Not Set/ દેશની સમગ્ર આર્થિક વ્યવસ્થા માટે સંકટ રૂપ બની શકે છે આ કંપનીનું દેવું

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેકટરને લોન દેનારી દેશની મોટી કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝીંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડ (IL&FS) હવે ખુદ પોતાનું દેવું ચૂકવી શકતી નથી અને એની સીધી અસર દેશનાં નાણા બજાર પર પડી રહી છે. IL&FS ની સમસ્યા વધવાનો સંકટ છે. IL&FS ગ્રુપ પર 91 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. આ ગ્રુપ છેલ્લાં ઘણાં મહિનાથી ઈએમઆઈ ભરી શકી […]

Top Stories India Trending Business
ILFS દેશની સમગ્ર આર્થિક વ્યવસ્થા માટે સંકટ રૂપ બની શકે છે આ કંપનીનું દેવું

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેકટરને લોન દેનારી દેશની મોટી કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝીંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડ (IL&FS) હવે ખુદ પોતાનું દેવું ચૂકવી શકતી નથી અને એની સીધી અસર દેશનાં નાણા બજાર પર પડી રહી છે. IL&FS ની સમસ્યા વધવાનો સંકટ છે.

IL&FS ગ્રુપ પર 91 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. આ ગ્રુપ છેલ્લાં ઘણાં મહિનાથી ઈએમઆઈ ભરી શકી નથી. આ મહીને જ ખબર પડી કે IL&FS ગ્રુપ સીડબીનું 1000 કરોડ રૂપિયાનું દેવું ચૂકવી શકી નથી એમની એક સહાયક કંપની 500 કરોડ રૂપિયાની લોન પરત કરી શકી નથી. IL&FS ને આવતાં છ મહિનામાં 3600 કરોડ રૂપિયાનું દેવું ચૂકવવાનું છે.

કંપનીએ જણાવ્યું હતું કે ઓથોરીટી પાસે ફસાયેલા 16 હજાર કરોડ રૂપિયા જો સમયસર આવી ગયા હોત તો આ સંકટ ઊભો જ થયો ન હતો.

કંપનીના બોર્ડ ઓફ ડાયરેકટર્સની થયેલી આપાતકાલીન બેઠકમાં આ સંકટમાંથી બહાર આવવાના ઉપાયો વિષે વિચાર કરવામાં આવ્યા હતા. LIC 25.34 % ની  IL&FS કંપનીમાં ભાગીદાર છે. IL&FS કંપનીના મુખ્ય શેરધારકોમાં LIC, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એચડીએફસી છે.