Not Set/ તારે મારી પત્નીને મળવું જોઇએ…શ્રીસંતે દીપીકાને કેમ આવું કહેવું પડ્યું ?

મુંબઇ બીગ બોસમાં દીપિકા કક્કર અને શ્રીસંતના વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી રહી છે. દીપિકા હંમેશા શ્રીસંતને તેના ગુસ્સા પર કાબુ રાખવા માટે સમજાવે છે. વુટ પર રિલીઝ કરાયેલા એક અનસીન વીડીયોમાં શ્રીસંત દીપીકાથી ઇમ્પ્રેસ દેખાશે. ઉપરાંત તેઓ ઇચ્છે છે કે દીપિકા તેમની પત્નીને મળે. દીપિકા ખુલાસો કરે છે કે તે ઘરેમાં ડિઝાઇનર કપડાં લઇને નથી […]

Uncategorized
76u તારે મારી પત્નીને મળવું જોઇએ...શ્રીસંતે દીપીકાને કેમ આવું કહેવું પડ્યું ?

મુંબઇ

બીગ બોસમાં દીપિકા કક્કર અને શ્રીસંતના વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી રહી છે. દીપિકા હંમેશા શ્રીસંતને તેના ગુસ્સા પર કાબુ રાખવા માટે સમજાવે છે. વુટ પર રિલીઝ કરાયેલા એક અનસીન વીડીયોમાં શ્રીસંત દીપીકાથી ઇમ્પ્રેસ દેખાશે. ઉપરાંત તેઓ ઇચ્છે છે કે દીપિકા તેમની પત્નીને મળે.

દીપિકા ખુલાસો કરે છે કે તે ઘરેમાં ડિઝાઇનર કપડાં લઇને નથી આવી. તે જેટલા પણ આઉટફીટ લાવી છે તે બધા તેને જાતે ડીઝાઇન અને સ્ટાઈલ કર્યા છે. આ જાણી શ્રીસંત આશ્ચર્ય પામે છે અને કહે છે, “તમારે મારી પત્નીને મળવું જોઈએ. મારા ઘણા પૈસા બચી જશે.

દીપિકા કહે છે કે હું મારા કપડાં જાતે ડીઝાઇન અને સ્ટાઈલ કરૂ છું. હું માર્કેટ જઉ છુંકપડાનું કટીંગ કરવું અને ડીઝાઇન આપવી એ બધું હું જાતે કરું છું મને સિમ્પલ કપડા વધારે પસંદ છે. ત્યારે શ્રીસંત કહે છે કે તમારા કપડા ઘણા ક્લાસી હોય છે.

આપને જણાવી દઈએ કે ઘરના લોકોને બીજો લગ્ઝરી બજેટ ટાસ્ક મળી ગયો છે. સમુદ્રી લુટેરા ટાસ્કમાં કન્ટેસ્ટેન્ટના વચ્ચે તુ-તુ મે-મે થઇ રહી છે. ટાસ્ક હેઠળ જોડીદાર અને સિંગલ્સમાંથી એક કન્ટેસ્ટેન્ટને ખુરશી પર બેસવાનું છે. જેની વિરોધી સરેંડર ન કરે ત્યાં સુધી ટોર્ચર કરશે. મંગળવારના એપિસોડમાં સિંગલ્સએ પરફોર્મ કર્યું છે અને આવનારા એપિસોડમાં જોડિયોને ટોર્ચર થતા જોવા મળશે.