Not Set/ SBI ની પાંચ સહયોગી બેન્કોના વિલયને સૈદ્ધાંતિક મંજૂરી મળી, પાંચ બેન્કોનું થશે વિલય

નવી દિલ્હીઃ સરકારે એસબીઆઇ અને તેની પાંચ સહોયગી બેન્કોના વિલયની યોજનાને બુધવારે સૈદ્ધાંતિકક મંજૂરી આપી દિધી છે જો કે, ભારતીય મહિલા બેન્ક અંગે હજી કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. એસબીઆઇના સહાયક બેન્કોના વિલયનો પ્રસ્તાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રિમંડળની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠક બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, આ બેન્કોના બોર્ડ […]

Uncategorized
SBI 16 02 2017 1487222636 storyimage SBI ની પાંચ સહયોગી બેન્કોના વિલયને સૈદ્ધાંતિક મંજૂરી મળી, પાંચ બેન્કોનું થશે વિલય

નવી દિલ્હીઃ સરકારે એસબીઆઇ અને તેની પાંચ સહોયગી બેન્કોના વિલયની યોજનાને બુધવારે સૈદ્ધાંતિકક મંજૂરી આપી દિધી છે જો કે, ભારતીય મહિલા બેન્ક અંગે હજી કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો.

એસબીઆઇના સહાયક બેન્કોના વિલયનો પ્રસ્તાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રિમંડળની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠક બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, આ બેન્કોના બોર્ડ પાસે પ્રસ્તાવ ગયા હતા જેને મંજુરી આપી દેવામાં આવી છે.

તમામ બેન્કોના નિર્દેશક મંડળની ભલામણો પર વિચાર કરવામાં આવ્યા બાદ મંત્રીમંડળે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જે સહયોગી બેન્કોનું એસબીઆઇમાં વિયલ કરવામાં આવનાર છે. તેમા સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ મેસૂર, સ્ટેટ બેન્ક ઓફ ત્રવણકોર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, તેમજ સ્ટેટ બેન્કો ઓફ હૈદરાબાદનો સમાવેશ થાય છે.

જેટલીએ જણાવ્યું હતું કે, વિલય બાદ વૈશ્વિશ સ્તરે પણ આ મોટો નિર્ણય બની જશે.