Not Set/ કોંગ્રેસના આરોપોનો ગજેન્દ્ર સિંહ શેખાવતે આપ્યો જવાબ, કહ્યું-ઓડિયોમાં મારો અવાજ નથી, હું કોઈ પણ…

કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે કોંગ્રેસ પાર્ટીના આક્ષેપો પર પ્રતિક્રિયા આપી છે જેમાં કોંગ્રેસ પાર્ટીએ એક કથિત ઓડિઓ ટેપનો ઉલ્લેખ કર્યો છે જેમાં જણાવ્યું છે કે ગજેન્દ્ર સિંહ શેખાવત ધારાસભ્યોને ખરીદી ફરોખ્ત કરી રહ્યા છે. ગજેન્દ્ર સિંહ શેખાવતે આક્ષેપના જવાબમાં કહ્યું છે કે તેઓ કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છે કેમ કે ઓડિયોમાં તેમનો અવાજ […]

Uncategorized
f5296c8939176ae25de6b1c92d8d28a7 કોંગ્રેસના આરોપોનો ગજેન્દ્ર સિંહ શેખાવતે આપ્યો જવાબ, કહ્યું-ઓડિયોમાં મારો અવાજ નથી, હું કોઈ પણ...
f5296c8939176ae25de6b1c92d8d28a7 કોંગ્રેસના આરોપોનો ગજેન્દ્ર સિંહ શેખાવતે આપ્યો જવાબ, કહ્યું-ઓડિયોમાં મારો અવાજ નથી, હું કોઈ પણ...

કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે કોંગ્રેસ પાર્ટીના આક્ષેપો પર પ્રતિક્રિયા આપી છે જેમાં કોંગ્રેસ પાર્ટીએ એક કથિત ઓડિઓ ટેપનો ઉલ્લેખ કર્યો છે જેમાં જણાવ્યું છે કે ગજેન્દ્ર સિંહ શેખાવત ધારાસભ્યોને ખરીદી ફરોખ્ત કરી રહ્યા છે. ગજેન્દ્ર સિંહ શેખાવતે આક્ષેપના જવાબમાં કહ્યું છે કે તેઓ કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છે કેમ કે ઓડિયોમાં તેમનો અવાજ છે જ નહીં.

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પર આરોપ લગાવતા કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે પહેલી દ્રષ્ટિએ લાગે છે કે ગજેન્દ્ર સિંહ શેખાવત રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારને નીચે લાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. આવા કિસ્સામાં, એસઓજીએ તેમની વિરુદ્ધ તપાસ કરવી જોઈએ અને જો તપાસમાં આક્ષેપો યોગ્ય સાબિત થાય તો તેમની ધરપકડ થવી જોઈએ. કોંગ્રેસ પક્ષના આ આરોપ બાદ રાજસ્થાન એસઓજીએ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત સામે એફઆઈઆર દાખલ કરી છે.

શુક્રવારે સવારે, કોંગ્રેસ પાર્ટીએ 2 ઓડિઓ ટેપનું એક ટ્રાન્સક્રિપ્ટ બહાર પાડ્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓડિયો ટેપમાં ગજેન્દ્ર સિંહ શેખાવત અને તેના સાથી સંજય જૈન કોંગ્રેસના ધારાસભ્ય ભંવર લાલ સાથે અન્ય ધારાસભ્યોના વેચાણ અંગે વાત કરી રહ્યા છે. જો કે ગજેન્દ્ર સિંહ શેખાવતે સ્પષ્ટ કરી દીધું છે કે ઓડિયોમાં તેમનો અવાજ છે જ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.