CBSE 12th Result 2023 OUT/ જાહેર થયું CBSE ધોરણ 12માનું પરિણામ, વિદ્યાર્થીઓ આ રીતે જોઈ શકશે પોતાનું પરિણામ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શુક્રવારે ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું અને આ વખતે 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ગયા વર્ષ કરતાં 5.38 ટકા ઓછા છે.

Top Stories India
CBSE

શિક્ષણ જગતમાંથી આવી રહેલા મોટા સમાચાર મુજબ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે ​​થોડા સમય પહેલા ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શુક્રવારે ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું અને આ વખતે 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ગયા વર્ષ કરતાં 5.38 ટકા ઓછા છે. અધિકારીઓએ જણાવ્યું કે બોર્ડે વિદ્યાર્થીઓને તેમના માર્કસના આધારે પ્રથમ, દ્વિતીય અને ત્રીજો વર્ગ આપવાની પ્રક્રિયાને દૂર કરવાનો નિર્ણય લીધો છે.

બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓમાં બિનઆરોગ્યપ્રદ સ્પર્ધાને ટાળવા માટે CBSE કોઈપણ મેરિટ લિસ્ટ જાહેર કરશે નહીં. જો કે, બોર્ડ વિવિધ વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવનારા 0.1 ટકા વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણપત્રો આપશે. ગયા વર્ષે 92.71 ટકા વિદ્યાર્થીઓએ CBSE ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી હતી.

આપને જણાવી દઈએ કે, 11 મેના રોજ પરિણામ જાહેર થવાની માહિતી વાયરલ થઈ રહી હતી, જેના પર બોર્ડ અધિકારીઓએ કહ્યું હતું કે પરિણામની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ હવે CBSE 12માનું પરિણામ આજે 12 મેના રોજ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, હવે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર પોતાનો રોલ નંબર દાખલ કરીને પરિણામ ચકાસી શકે છે.

વિદ્યાર્થીઓ તેમના પરિણામો આ રીતે જાણી શકે છે

હવે વિદ્યાર્થીઓ CBSE ની સત્તાવાર વેબસાઈટ results.cbse.nic.in અને cbseresuts.nic.in પર તેમના પરિણામો જોઈ શકે છે તેમજ CBSE પરિણામો ડિજીલોકર પર પણ ઉપલબ્ધ થશે. જો કે, આ માટે વિદ્યાર્થીઓને પરિણામ જાણવા માટે તેમનો રોલ નંબર, શાળા નંબર, જન્મ તારીખ અને એડમિટ કાર્ડ IDની જરૂર પડશે.

તમારું પરિણામ આ રીતે તપાસો

  • સૌ પ્રથમ, 12માના વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જાઓ.
  • બોર્ડ પરીક્ષા રોલ નંબર દાખલ કરીને અહીં સબમિટ કરો.
  • હવે પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે.
  • પરિણામ તપાસ્યા પછી, પ્રિન્ટ કાઢી લો.

CBSE 10મી, 12મી બોર્ડની પરીક્ષાઓ ક્યારે લેવામાં આવી હતી?

આપને જણાવી દઈએ કે, CBSEની ધોરણ 10, 12ની બોર્ડ પરીક્ષા 2023 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. જ્યારે ધોરણ 10ની પરીક્ષા 21 માર્ચે પૂર્ણ થઈ હતી, જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ 5 એપ્રિલ સુધી ચાલી હતી.

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર