Gujarat Govt/ સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

રાજ્યમાં અત્યાર સુધી સરકારી કર્મચારીઓ વોડાફોન અને આઈડિયાની કંપનીના પોસ્ટપેઈડ કનેક્શન વાપરતા હતા. સરકારે આ પરિપત્ર કરીને હવે Jioના નંબર વાપરવા માટે કર્મચારીઓને કહ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
સરકાર

ગુજરાત સરકારમાં હવે રિલાયન્સ જીઓની એન્ટ્રી થઈ છે. વોડાફોન અને આઈડીયાને રાજય સરકાર અલવિદા કહી દેશે. રાજ્ય સરકારના હજારો મોબાઇલ ફોન પર હવે રિલાયન્સ જીઓનું રાજ આવશે.  સરકારના પરિપત્ર પ્રમાણે 37.50ના માસિક રેન્ટલ પર જીયોનો સીયુજી પ્લાન લઈ શકાશે. કોઈપણ મોબાઈલ ઓપરેટર કે લેન્ડલાઈન પર ફ્રી કોલિંગ અને 3 હજાર એસએમએસ ફ્રી રહેશે ત્યારબાદ પ્રતિ એસએમએસના 50 પૈસા ચાર્જ લાગશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય એસએમએસ કરવા પર 1.25 રૂપિયાનો ચાર્જ લાગશે.

રાજ્યમાં અત્યાર સુધી સરકારી કર્મચારીઓ વોડાફોન અને આઈડિયાની કંપનીના પોસ્ટપેઈડ કનેક્શન વાપરતા હતા. સરકારે આ પરિપત્ર કરીને હવે Jioના નંબર વાપરવા માટે કર્મચારીઓને કહ્યું છે. જે મુજબ સરકારી કર્મચારીઓ માત્ર 37.50ના મહિનાના ભાડામાં Jioનો CUG પ્લાન લઇ શકશે. આ પ્લાનમાં 60 સેકન્ડની પલ્સ રેટ રહેશે, કોઈપણ મોબાઈલ ઓપરેટર કે લેન્ડલાઈન પર ફ્રી કોલિંગ અને 3 હજાર એસએમએસ ફ્રી રહેશે ત્યારબાદ પ્રતિ એસએમએસના 50 પૈસા ચાર્જ લાગશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય એસએમએસ કરવા પર 1.25 રૂપિયાનો ચાર્જ લાગશે.

ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓ ખાનગી કંપનીઓ વોડાફોન અને આઈડિયાના પોસ્ટપેઈડ મોબાઈલ નંબર વાપરતા હતા. પરંતુ રાજ્ય સરકારે અચાનક એક પરિપત્ર જાહેર કરીને તાત્કાલિક અસરથી કંપનીને બદલવાનો આદેશ આપ્યો છે. સરકાર દ્વારા જીયો સાથે કરાર કરાયા છે જે અંતર્ગત હવે રાજ્યના સરકારી કર્મચારીઓ જીયોના સિમ વાપરશે. જોકે, આ માટે તેઓ મેગા પોર્ટેબિલિટી કરાવશે અને રાજ્યભરના કર્મચારીઓના મોબાઈલ નંબર એના એજ રહેશે પરંતુ તેમની કંપની બદલાઈ જશે

ગુજરાત સરકારે ગયા વર્ષે 3 નવેમ્બરે સામાન્ય વહીવટના સચિવાલય સહિતના કર્મચારીઓ અને અધિકારી માટે મોબાઈલ ફોન સેવા માટે એક ઓપન ટેન્ડર બહાર પાડ્યું હતું. આ ટેન્ડર રિલાયન્સ જીયો ઈન્ફોકોમે અમદાવાદને લાગ્યું હતું. સરકારે 29 એપ્રિલ 2023ના રોજ આ માટે Jio સાથે એગ્રીમેન્ટ કર્યા હતા.

આ પણ વાંચો:કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ

આ પણ વાંચો:રવિવારે યોજનારી તલાટીની પરીક્ષાને લઈને સુરત ST વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે, એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો

આ પણ વાંચો:સુરત કોર્ટથી 200 મીટરના અંતરે જ જાહેરમાં હત્યા કેસના આરોપીની થઇ હત્યા

આ પણ વાંચો:સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે