વિવાદ/ કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ

કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામા બજરંગ દળ સામે અંકુશ લાદવાની તેમજ બજરંગદળની સરખામણી આતંકી સંગરહમ PFI સાથે કરતા સુરત બજરંગ દળના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો.

Gujarat Surat
કોંગ્રેસે

સુરત બજરંગ દ્વારા વરાછા વિસ્તાર ના માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કર્ણાટક માં.ચાલી રહેલી ચૂંટણી માં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા મા બજરંગ દળ ની તુલના આતંકી સંગઠન PFI સાથે કરતા સુરત માં બજરંગ દલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો.

કર્ણાટકમાં ચૂંટણી ચાલી રહી છે.ત્યારે મતદારોને રીઝવવાના પ્રયાસમાં કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામા બજરંગ દળ સામે અંકુશ લાદવાની તેમજ બજરંગદળની સરખામણી આતંકી સંગરહમ PFI સાથે કરતા સુરત બજરંગ દળના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો.જેથી સુરત ના માનગઢ ચોક ખાતે બેનરો સાથે કોંગ્રેસ વિરુદ્ધ નારેબાજી કરી કોંગ્રેસ ના ચૂંટણી ઢંઢેરા નો વિરોધ નોંધાવ્યો હતો.

મહત્વનું છે કે કોંગ્રેસ ના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ પણ ચૂંટણી પ્રચારમાં અગાઉ મોદી અટક પર ટિપ્પણી કરી હતી.જેને પગલે તેના પર માનહાની નો કેસ સુરત માં કરવામાં આવ્યો હતો.જેમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી.આમ કોંગ્રેસ ફરીથી વિવાદાસ્પદ લખાણ લખતા સુરત બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો હતો.સાથેજ ભારતને કોંગ્રેસ મુક્ત બનાવવાની અને આગામી ચૂંટણીમા હરાવવાની બજરંગ દળના કાર્યકર્તાઓ એ ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર

આ પણ વાંચો:મોજશોખ માટે મોબાઇલ સ્નેચિંગ અને બાઇક ચોરી કરતા પાંચ યુવકોની ધરપકડ

આ પણ વાંચો:ભાજપના વોર્ડ પ્રમુખે બાકી લાખો રૂપિયા ભાડું ન ચૂકવતા પાલિકાએ ફૂડ કોર્ટ સીલ કરી

આ પણ વાંચો:કલરવાળું અને દુર્ગંધ યુક્ત પાણી આવતું હોવાની ફરિયાદને લઈ જીપીસીબી એક્શનમાં, તાપી નદીના પાણીના લેવાયા સેમ્પલ

આ પણ વાંચો:અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત