સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢના માંચી ખાતે ૯ મહિના પહેલા જ ચાચરચોકમાં બનેલ રેનબસેરાનું માળખુ એકાએક ધ્વસ્ત થયાની ઘટના સામે આવી છે. કામ ચાલી રહ્યું હતું દરમિયાન ઘટેલી દુર્ઘટનામાં એકનું મોત થયાના પ્રાથમિક અહેવાલ સામે આવી રહયા છે. આ દુર્ઘટનામાં બાળકો સહિત ૧૦ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું લોક ચર્ચાઓમાં જોવા મળી રહ્યું છે. આવનાર સમયમાં ઇજાગ્રસ્તોની સંખ્યા વધી પણ શકે છે.
સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢમાં શ્રધ્ધાળુ ઓની સુવિધા વધારવા માટે મંદિર ટ્રસ્ટ અને સરકાર દ્વારા સંયુક્ત રીતે મળીને પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પાવાગઢમાં યાત્રાળુઓના વિશ્રામ માટે ત્રણ રેનબસેરા બનાવવામાં આવ્યા છે. હાલ પ્રાપ્ત માહિતી મુજબ વિશ્રામ કુટિરની છત તુટી પડી છે. જેને કારણે વડોદરા વાધોડિયા રોડના ગંગાબેન મહેશભાઈ દેવીપુજક (ઉં.વ.૪૦) એક મહિલાનું મોત નિપજ્યું છે. અને અન્ય ૧૦ જેટલા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સ્થળ પર દોડધામ મચી જવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટના ભારે પવનના કારણે સર્જાઇ હોવાનું અનુમાન હાલ તબક્કે મનાઇ રહ્યું છે.
ઇજાગ્રસ્તોને નજીકના હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ અંગે ઇજાગ્રસ્તોની સંખ્યા આવનાર સમયમાં વધી શકે છે.પાવાગઢમાં આજે સવારથી જ જોરદાર પવન સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. છત પડવાની ઘટના પહેલા વિજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા. દુર્ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત સ્થાનિક પ્રસાશન દોડતું થયું હતું. અને ઇજાગ્રસ્તોને સારવાર સુનિશ્ચિત કરાવી હતી. મોટા પથ્થરમાં કાટમાળ નીચે ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં સ્થાનિક વેપારીઓ અને જીપ ચાલકો દ્વારા મહેનત કરવામાં આવી હતી.
આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર
આ પણ વાંચો:મોજશોખ માટે મોબાઇલ સ્નેચિંગ અને બાઇક ચોરી કરતા પાંચ યુવકોની ધરપકડ
આ પણ વાંચો:ભાજપના વોર્ડ પ્રમુખે બાકી લાખો રૂપિયા ભાડું ન ચૂકવતા પાલિકાએ ફૂડ કોર્ટ સીલ કરી
આ પણ વાંચો:અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
