રાજકોટ શહેર – જીલ્લાની સાથે સાથે સૌરાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાનાં કહેરને ધ્યાનમાં રાખી સરકાર અને ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમા કોરોનાની સામેની લડાઇ તેજ અને ધારદાર બનાવવા અને હોસ્પિટલને સજ્જ બનાવવા રાજકોટની ખાનગી હોસ્પિટલને વેન્ટિલેટર એલોટ કરવામાં આવ્યા છે.
રાજકોટની 6 કોવિડ હોસ્પિટલને વધુ 27 વેન્ટિલેટર ફાળવાયા છે. સિવિલ હોસ્પિટલમાં 140માંથી 80 વેન્ટિલેટર ઉપયોગમાં છે, ત્યારે સુરતથી 50 વેન્ટિલેટર રાજકોટ સિવિલ હોસ્પિટલ મોકલાયા છે. ખાનગી હોસ્પિટલના દર્દીને રાહત આપવા અને કોરોના સામેની લડાઇને વધુ તેજ બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
