Ahmedabad News: ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે ખાડીયુદ્ધમાં ફસાયેલા અમદાવાદીઓની મદદ માટે સ્થાનિક તંત્ર મેદાનમાં ઉતર્યુ છે. મધ્યપૂર્વમાં ફસાયેલા અમદાવાદીઓની મદદે અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ (MP) દિનેશ મકવાણા (Dinesh Makvana) મેદાનમાં ઉતર્યા છે. અમદાવાદમાં ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે.
સાંસદ દિનેશ મકવાણા પોતાના મતવિસ્તારમાં રહેતા અને મધ્યપૂર્વની મુલાકાતે ગયેલા પ્રવાસીઓની વહારે (Help) આવ્યા છે. તેમણે પોતાના મતવિસ્તારના લોકોને આ મુદ્દે કોઈ સંપર્ક સાધવા અને મદદ માટે તેમની ઓફિસનો ઇમરજન્સી નંબર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મારા મતવિસ્તારના લોકોએ જે ફસાઈ (Stranded) ગયા છે તેમણે સીધો અથવા કે તેમના સગાસંબંધીઓએ મારી ઓફિસ હેલ્પલાઇન 9227373453 , 07929917331 પર સંપર્ક સાધવા જણાવાયું છે.
આ ઉપરાંત જાહેર કરવામાં આવેલા નંબર પરથી ફસાયેલા (Stranded) પ્રવાસીઓને મદદ કરવામાં આવશે. આગામી દિવસોમાં રાજ્યના બીજા શહેરોના સાંસદો અને વિધાનસભ્યો પણ તેમના મતવિસ્તારના લોકોને મદદ કરવા માટે મેદાનમાં ઉતરવા માંડ્યા છે. આ અગાઉ વલસાડના સાંસદ ધવલ પટેલે પણ તેના વિસ્તારના ફસાયેલા લોકોને મદદની ખાતરી આપી હતી. તેમના ઉપરાંત વિપક્ષી સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ રાજ્ય અને કેન્દ્ર સરકારને ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા અરજ કરી હતી.
તેમા દક્ષિણ ગુજરાત (South Gujarat)ના વલસાડ (Valsad) સાંસદ (MP) ધવલ પટેલે (Dhaval Patel) સક્રિયપણે ભાગ ભજવતા ડાંગ, નવસારી અને વલસાડ (Valsad)ના લોકોને જણાવ્યું છે કે આ જિલ્લાઓમાંથી મધ્યપૂર્વમાં ગયેલા કોઈપણને મદદની જરૂર હોય તો તેના કુટુંબીજનો તેમની વિગત આપે. તેમા પ્રવાસીનું નામ, હાલમાં જે દેશમાં અટવાયા હોય તેમનું નામ, ફ્લાઇટની વિગત, પાસપોર્ટ નંબર, કુલ પ્રવાસીઓની સંખ્યા, સ્થાનિક સ્તરે રહેતા સંબંધીનું નામ, સંબંધીનો મોબાઇલ નંબર અને રહેણાકનું સરનામુ પૂરુ પાડે. તેમણે તેમની ઓફિસનો હેલ્પલાઇન નંબર 8140347713 પણ જારી કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મધ્યપૂર્વના યુદ્ધના કારણે ઇન્ડિયન એરલાઇન્સ અને ઇન્ડિગોએ તેની બધી ફ્લાઇટ રદ કરી દેતા કેટલાય ગુજરાતીઓ દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગયા છે. કેટલાય લોકો પાસે રૂપિયા ખતમ થઈ ગયા છે અને હાથેપગે આવી ગયા છે. તેમને કલ્પના પણ ન હતી કે આ રીતે અચાનક યુદ્ધ શરૂ થઈ જશે અને તેઓ ફસાઈ જશે. હવે તેઓએ મદદની ગુહાર લાગવી છે. આ બધાની વચ્ચે હવે ભારતીયોને કઈ રીતે કાઢવામાં આવે તેના પર બધાની નજર છે.
આ પણ વાંચો: યુદ્ધના લીધે ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા સાંસદ ધવલ પટેલ આગળ આવ્યા
આ પણ વાંચો: કોંગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહિલની રાજ્ય-કેન્દ્રને રજૂઆત, ગુજરાતીઓને બચાવો
આ પણ વાંચો: ઇઝરાયેલ-ઈરાન જંગમાં સૌરાષ્ટ્રના હજારો પરિવારો ચિંતામાં, 15 હજાર યુવાનો અટવાયા
