Not Set/ અંકલેશ્વર પેટ્રોલપંપ પર લૂંટનો મામલો,પોલીસને મળી મોટી સફળતા

અંકલેશ્વર, અંકલેશ્વરમાં પેટ્રોલ પંપ પર લૂંટ કરેલીને પલાયન થયેલા આરોપીઓને પોલીસે પર્દાફાશ કર્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ બન્ને આરોપીઓનું નામ સહીદ ભૂરો અને મોહમ્મદ જાવેદ છે. જે ભરૂચના રહેવાસી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ પહેલા પેટ્રોલપંપ પર લૂંટ ચલાવવામાં આવી હતી. આ લૂંટમાં આરોપીઓએ […]

Gujarat Others Videos

અંકલેશ્વર,

અંકલેશ્વરમાં પેટ્રોલ પંપ પર લૂંટ કરેલીને પલાયન થયેલા આરોપીઓને પોલીસે પર્દાફાશ કર્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ બન્ને આરોપીઓનું નામ સહીદ ભૂરો અને મોહમ્મદ જાવેદ છે.

જે ભરૂચના રહેવાસી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ પહેલા પેટ્રોલપંપ પર લૂંટ ચલાવવામાં આવી હતી. આ લૂંટમાં આરોપીઓએ એર ગનનો ઉપ્યોગ કરીને કાર અને રોકડની લૂંટ ચલાવી હતી.

જે બાદ ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથધરી હતી. તપાસ દરમિયાન પોલીસે આ આરોપીઓને પકડી પાાડ્યા હતા અને પૂછપરછ હાથધરી હતી. પૂછપરછ દરમિયાન આ આરોપીઓએ એક નહીં પણ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.