દુર્ઘટના/ રાજકોટમાં ગોંડલના મેળામાં વીજ કરંટ લાગવાથી 2 લોકોના મોત

રાજકોટમાં હાલ જન્માષ્ટમીના તહેવારની ધામધુમથી ઉજવણી કરવાનમી તૈયારીઓ ચાલી રહી છે, એવામાં રાજકોટના ગોંડલથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે

Top Stories Gujarat
  • રાજકોટમાં ગોંડલના મેળામાં 2 લોકોના મોત
  • ગોંડલ સંગ્રામજી હાઇસ્કુલ ખાતે યોજાયો હતો મેળો
  • ગઇકાલે પોરબંદરના સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો
  • બન્ને વ્યક્તિના સારવાર દરમ્યાન મોત

રાજકોટમાં હાલ જન્માષ્ટમીના તહેવારની ધામધુમથી ઉજવણી કરવાનમી તૈયારીઓ ચાલી રહી છે, એવામાં રાજકોટના ગોંડલથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગોંડલના સંગ્રામજી હાઇસ્કૂલમાં લોક મેળાનું આયોજન કરવામાં આવયું હતું આ મેળામાં બે વ્યક્તિને વીજ કરંટ લાગ્યું હતું જેના લીધે  અફરાતફી મચી જવા પામી હતી,એક વ્યક્તિને કરંટ લાગતા બીજો વ્યક્તિ બચાવવા જતા તેને પણ કંરટ લાગ્યો હતો ,આજુબાજુના લોકોએ તેમને બચવવા પ્રયાસો કર્યો હતા અને સત્વરે તેમને નજીકની હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યા હતા પરતું તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી  હતી.

ઉલ્લેખનીય છે કે રાજકોટના ગોંડલમાં સંગ્રામજી હાઇસ્કૂલ ખાતે મેળાનું ઉદ્ઘાટન પોરબંદરના સાંસદે ખુલ્લો મુક્યો હતો, આ લોક મેળામાં ખુબ ભીડ જોવા મળી હતી.