પાટણના રાધનપુરમાં વરરાજાની જાહેરમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. લગ્નના એક દિવસ પહેલ અજ યુવકની હત્યા કરી નાંખવામાં આવી છે. ત્યારે લગ્નનો અવસર હવે માતમમાં ફેરવાઈ ગયો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, રાધનપુરના ચાર રસ્તા પાસે યુવકની જાહેરમાં હત્યા કરાઈ છે, જેની હત્યા થઈ છે તેમનું નામ વિપુલ ઠાકોર છે.વિપુલ ઠાકોર પોતાના લગ્નની ખરીદી માટે રાધનપુર આવ્યો હતો તે દરમિયાન છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. જાહેરમાં હત્યા કરવામાં આવતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મૃતક વિપુલને ભાગીદારે જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ભાગીદારી સાથે ખેતર ભાગમાં રાખ્યું હતું.
વિપુલ ઠાકોર ના હત્યારા સમી તાલુકાના રાફુ ગામના ઈશ્વરભાઈ પ્રભુભાઈ રાફુવાળા બંને જણને અગાઉ ખેતીમાં કામકાજ ભેગા કરતા હોય તેની જુની અદાવતને લઈને હત્યા કરી નાખી હતી.
ઘટનાની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઉપરાંત મૃતક વિપુલ ઠાકોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે, કયા કારણોસર હત્યા કરવામાં આવી તે જાણી શકાયું નથી.પોલીસે ઘટનાસ્થળે પહોચીને સમગ્ર મામલે કાર્યવાહી હાથધરી છે તેમજ ફરાર હત્યારાઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં પહેલી જ વખત ઓવરબ્રિજ બનાવતા પહેલા આરસીસી રોડ બનાવી દેવાનો નવતર પ્રયોગ
આ પણ વાંચો:2016થી 2023 સુધીમાં સીટી બસ અને BRTS બસના અકસ્માતમાં 86 લોકોના મોત
આ પણ વાંચો:મુક્તિ ધામ કે નશાનું ધામ? ડાઘુઓ પણ આ દ્રશ્યો જોઈને ડઘાઈ ગયા
આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર
આ પણ વાંચો:ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, 30 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાયની જાહેરાત