Not Set/ અમેરિકન રાષ્ટ્રપતિ આવશે ભારત, અમદાવાદમાં યોજાશે ‘હાઉડી મોદી’ જેવો કાર્યક્રમ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવી શકે છે. આપને જણાવી દઇએ કે, યુએસનાં હ્યુસ્ટનમાં પીએમ મોદી માટે ‘હાઉડી મોદી’ કાર્યક્રમ યોજાયો હતો, તે જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ આવો જ એક કાર્યક્રમની યોજના કરવામાં આવી રહી હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ગત સપ્ટેમ્બરમાં હ્યુસ્ટનમાં આયોજિત ‘હાઉડી મોદી’ પ્રોગ્રામની […]

Top Stories World
Donald Trump and PM Modi in Howdymodi અમેરિકન રાષ્ટ્રપતિ આવશે ભારત, અમદાવાદમાં યોજાશે ‘હાઉડી મોદી’ જેવો કાર્યક્રમ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવી શકે છે. આપને જણાવી દઇએ કે, યુએસનાં હ્યુસ્ટનમાં પીએમ મોદી માટે ‘હાઉડી મોદી’ કાર્યક્રમ યોજાયો હતો, તે જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ આવો જ એક કાર્યક્રમની યોજના કરવામાં આવી રહી હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.

Image result for howdy modi

આપને જણાવી દઇએ કે, ગત સપ્ટેમ્બરમાં હ્યુસ્ટનમાં આયોજિત ‘હાઉડી મોદી’ પ્રોગ્રામની તર્જ પર ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત માટે ‘હોવી ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી શકે છે. આ માટે બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે અને એજન્ડા પર કામ ચાલી રહ્યું છે. નામ જાહેર ન કરવાની શરતે આ કેસ સાથે સંકળાયેલા લોકો દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

Image result for howdy modi

સુત્રોનાં જણાવ્યા મુજબ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવે તે લગભગ નિશ્ચિત છે. જો કે હજી સુધી તારીખો પર મોહર લગાવાઈ નથી અને બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ દિવસીય પ્રવાસ પર ભારત આવશે, આ દરમિયાન તે નવી દિલ્હી ઉપરાંત બીજા શહેરની પણ મુલાકાત લેશે.

Image result for howdy modi

હ્યુસ્ટનમાં પીએમ મોદી માટે જે રીતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, તે જ કાર્યક્રમ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ કરી શકાય તેવુ સુત્રો દ્વારા માહિતી સામે આવી છે. જો સૂત્રોની વાત માનીએ તો, અમદાવાદ તે શહેર હોઇ શકે છે જ્યાં ‘હાઉડી મોદી’ ની તર્જ પર ટ્રમ્પ માટે કોઈ કાર્યક્રમ થઇ શકે છે. જોકે, તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાની પૂરી સંભાવના છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.