ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈએ રાજીનામુ આપતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકીય ગલીયારામાં ચારેકોર એક જ ચર્ચા જોવા મળી રહી છે કે નવા મુખ્યમંત્રી બનશે. ત્યારે વિપક્ષના વિવિધ નેતાઓ તરફથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. અને વિપક્ષ દ્વારા ભાજપમાં ચાલતા આંતરિક વિખવાદને કારણભૂત માનવામાં આવે છે. તો સાથે ગુજરાતની સરકાર રીમોટ કંટ્રોલ થી ચાલતી હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી વિજયભાઈના રાજીનામાં અંગે જણાવ્યું હતું કે,ભાજપના શાસનમાં તમામ લોકો પરેશાન છે. ભાજપનું આંતરિક વિખવાદનું આ પરિણામ છે. વિજયભાઈનું રાજીનામુ લેવાથી સરકાર પોતાની નિષ્ફળતા નહીં છુપાવી શકે.
જયારે વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે વિજય રૂપાણી જેવા સરળ માણસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું તેનું દુ:ખદ છે. સાથે જ તેમણે કહ્યું કે નિષ્ફળતાને ઢાંકવા ભાજપ દ્વારા ચહેરો બદલાવવામાં આવ્યો છે. પરેશ ધાનાણીએ કહ્યું, ગુજરાતમાં કોરોનામાં નિષ્ફળતા મળતા વિજય રુપાણીનો ભોગ લેવાયો. ગુજરાતમાં હવે કોમવાદ અને ભાગલાવાદ થવાની આશંકા પણ પ્રબળ વર્તાઈ રહી છે.
તો મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામાં મુદ્દે અર્જૂન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે અત્યારે ભાજપ સરકાર 2 રિમોટ થી ચાલે છે, એક દિલ્હીમાં છે ને એક સી આર પાટીલ પાસે છે.
ભાજપ મવોળીમંડળની બેઠક
હાલમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દોર ચલુ છે. મુખ્યમંત્રી વિજયભાઈ પણ કમ્લામમાં હાજર છે. સી.આર.પાટીલની અધ્યયક્ષતામાં બેઠક મળી રહી છે. ત્યારે સહપ્રભારી સુધીર ગુપ્તા, સહસંગઠન મહામંત્રી રત્નાકર, દંડક પંકજ દેસાઈ, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને મહામંત્રી ભાર્ગવ અને કોષાધ્યક્ષ સુરેન્દ્રકાકા પણ બેઠકમાં હાજર રહ્યા છે. પ્રદીપસિંહ અ ને ભુપેન્દ્રસિંહ પણ મંત્રી નિવાસસ્થાને થી નીકળ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ કમલમ પહોંચ્યા છે. તો સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કમલમ પહોંચ્યા છે.
ધારાસભ્યોની બેઠક
ઉલ્લેખનીય છે કે આવતી કાલે ધારાસભ્યોની બેઠક મળવાની છે. અને જેમાં આગામી મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા થઇ શકે છે. રાજ્યમાં નવા CM તરીકે પાટીદાર આગેવાન નશ્ચિત છે. તો બે નાયબ મુખ્યમંત્રીની પણ વિચારણા ચાલી રહી હોય તેવા સમીકરણો સામે આવી રહ્યા છે. Dy.CM તરીકે એક OBC આગેવાનને પસંદ કરાઇ શકે છે તો બીજા Dy.CM તરીકે આદિવાસી સમાજના નેતાની વિચારણા પણ થઇ શકે છે. તો સત્થે મંત્રી મંડળમાં પણ ફેરફાર થાય તેવી હાલમાં શક્યતાઓ જોવાઈ રહી છે.
રાજ્યમાં નવા મુખ્યમંત્રી કોણ હશે તે ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતનાં રાજકારણમાં નવા મુખ્યમંત્રીને લઇ ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ભાજપે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આવતીકાલે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે. જેમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના અપાઈ છે. શક્ય છે આવતી કાલે ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ કાલે નક્કી થશે.અત્રે નોંધનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બિ.એલ. સંતોષ શુક્રવારે રાત્રે ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે. રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી અને ભાજપનો આભાર માન્યો હતો.
કોણ બનશે નવા મુખ્યમંત્રી ?
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ રાજીનામું આપતા નવા મુખ્યમંત્રી કોણ બનશે તે ચર્ચા જોર પકડ્યું છે. ત્યારે હાલમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નું નામ નવા મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ છે. ત્યારે અન્ય નામોમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, ગોરધન ઝડપીયા અને ગુજરાત રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી ગણપત વસાવાના નામોની ચર્ચા ચાલી રહી છે.
મુખ્યમંત્રીની મથામણ / ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે આવશે અમદાવાદ, આવતીકાલે નક્કી થઇ શકે છે નવા મુખ્યમંત્રી
સત્તાનું સુકાન / શું ગુજરાતના નવા મુખ્યમંત્રી પાટીદાર હશે?
ગુજરાત રાજકીય / ભાજપે બોલાવી ધારાસભ્યની બેઠક બોલાવી, કોણ બનશે ગુજરાતના નવા નાથ ?