Not Set/ દેશમાં કોરોનાનાં કેસ અને મોતનાં આંકમાં ઘટાડો, આગામી 100 થી 125 દિવસ નિર્ણાયક

ભારતમાં કોરોનાવાયરસનાં નવા કેસ છેલ્લા ઘણા દિવસોથી સ્થિર છે. દરરોજ આશરે 40 હજાર નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. આ સાથે, કોરોનાનાં કારણે થતાં મૃત્યુમાં પણ ઘટાડો થયો છે.

Top Stories India
11 379 દેશમાં કોરોનાનાં કેસ અને મોતનાં આંકમાં ઘટાડો, આગામી 100 થી 125 દિવસ નિર્ણાયક

ભારતમાં કોરોનાવાયરસનાં નવા કેસ છેલ્લા ઘણા દિવસોથી સ્થિર છે. દરરોજ આશરે 40 હજાર નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. આ સાથે, કોરોનાનાં કારણે થતાં મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જારી કરેલા છેલ્લા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 38,164 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જ્યારે આ જીવલેણ વાયરસનાં કારણે 499 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાથી અત્યાર સુધીમાં 4,14,108 લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં સંક્રમણનાં કુલ કેસ 3,11,44,229 પર પહોંચી ગયા છે.

દુર્ઘટના / ગુરૂગામમાં ભારે વરસાદના લીધે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી એકનું મોત,આઠ લોકો દબાયા હોવાની આશંકા

દેશમાં હાલમાં કુલ સક્રિય કેસ 4,21,665 છે. તો વળી, આ ખતરનાક વાયરસનાં કારણે કુલ 4,14,108 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે રસીકરણ પણ કોરોનાને હરાવવા માટે ઝડપી બનાવવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં કુલ 40,64,81,493 લોકોને રસી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર 18 જુલાઇ સુધીમાં કુલ 44,54,22,256 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી ગઈકાલે 14,63,593 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, કોવિડ-19 સામેની લડતમાં આગામી 100-125 દિવસ નિર્ણાયક બનશે. આરોગ્ય અંગે નીતી આયોગનાં સભ્ય ડો.વી.કે. પોલ, જે કોવિડ સામે લડતા કેન્દ્રનાં કાર્યકારી દળનાં સભ્ય પણ છે, તેમણે શુક્રવારે કહ્યું હતું કે, કેસોમાં ઘટાડો ધીમો પડી ગયો છે. આ એક ચેતવણી છે.

અમેરિકામાં ઘણી જગ્યાએ ફાયરિંગ / વોશિંગ્ટનમાં ચાર લોકોને ગોળી વાગી; પોર્ટલેન્ડમાં બે વ્યક્તિ મૃત્યુ પામ્યા

ભારતમાં કોવિડ સામેની લડાઈ માટે આગામી 100 થી 125 દિવસ નિર્ણાયક છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોવિડ બ્રીફિંગ દરમ્યાન જણાવ્યું હતું કે, બીજી લહેરનાં ઘટાડા બાદ કેટલાક રાજ્યોએ સાવચેતીપૂર્વક પ્રતિબંધ હળવા કર્યા છે. જો કે, ત્રીજી લહેરની સંભાવના માટે દેશ તૈયારી કરી રહ્યો છે. રિકવરી દર વધીને 97.32 ટકા થયો છે જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ એટલે કે સંક્રમણ દર હાલમાં પાંચ ટકાથી નીચે 2.08 ટકા છે. વળી, દૈનિક સંક્રમણ દર 2.61 ટકા છે, સંક્રમણ દર સતત 28 માં દિવસે ત્રણ ટકાથી નીચે છે. કોરોના વાયરસનાં કિસ્સામાં ઇન્ડોનેશિયાએ બ્રાઝિલને પાછળ છોડી દીધું છે. ઇન્ડોનેશિયા હાલમાં વિશ્વમાં સૌથી વધુ કોરોનાનાં કેસ નોંધાવી રહ્યું છે, જ્યારે ભારત બ્રિટનને પાછળ રાખીને ચોથા ક્રમે આવ્યું છે. શુક્રવારે પૂરા થયેલા સાત દિવસોમાં ઇન્ડોનેશિયામાં 3.24 લાખ કેસ નોંધાયા છે, જે પાછલા અઠવાડિયાથી 43 ટકાનો વધારો છે.