Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 100 થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ, કુલ આંકડો પહોંચ્યો…

  સમગ્ર દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહી છે. દુનિયાભરમાં કોરોનાનાં મામલા સતત વધી રહ્યા છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 45 લાખથી વધુ સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધી 2 લાખ અને 97 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. ભારતમાં […]

India
b40c54b5169f5e97198ffb606d70148d 24 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 100 થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ, કુલ આંકડો પહોંચ્યો...
b40c54b5169f5e97198ffb606d70148d 24 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 100 થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ, કુલ આંકડો પહોંચ્યો...
 

સમગ્ર દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહી છે. દુનિયાભરમાં કોરોનાનાં મામલા સતત વધી રહ્યા છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 45 લાખથી વધુ સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધી 2 લાખ અને 97 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. ભારતમાં કોરોનાનાં મામલા વધીને 81,970 થઈ ગયા છે. અત્યાર સુધી 2,649 લોકોનાં જીવ ચાલ્યા ગયા છે. રાહતની વાત એ છે કે 27,920 લોકો ઠીક થઈ ઘરે પહોંચી ગયા છે.

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 82 હજારની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 4 હજાર નવા કેસ નોંધાયા છે અને 97 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે જાહેર થયેલા આરોગ્ય વિભાગનાં તાજેતરનાં અપડેટ મુજબ દેશમાં હવે કોરોના દર્દીઓની કુલ સંખ્યા 81,970 પર પહોંચી ગઇ છે. જેમા 2,649 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 27,920 લોકો ઠીક થયા છે.

હાલમાં દેશમાં 51,401 સક્રિય કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોના સૌથી વધુ છે. અહીં દર્દીઓની સંખ્યા 27 હજારને વટાવી ગઈ છે. મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ 1,019 પર પહોંચી ગઈ છે. વળી ગુજરાતમાં કોરોના પીડિતોની સંખ્યા 9,591 પર પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 586 છે.