KHALISTANI/ ખાલિસ્તાની આતંકી પન્નુની ધમકી,’સંસદ ભવન પર હુમલો કરીને જવાબ આપીશ’

ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ કહ્યું છે કે, મારી હત્યાનું ષડયંત્ર નિષ્ફળ ગયું છે, હવે હું 13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને તેનો જવાબ આપીશ.

Top Stories India World
YouTube Thumbnail 2023 12 06T082738.551 ખાલિસ્તાની આતંકી પન્નુની ધમકી,'સંસદ ભવન પર હુમલો કરીને જવાબ આપીશ'

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ધમકી આપી છે કે, તે 13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરશે. તેણે ભારત પર હુમલાનો ધમકીભર્યો વીડિયો જાહેર કર્યો છે. પન્નુએ આ વીડિયોમાં કહ્યું છે કે ‘મારી હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું છે, હું 13મી ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને તેનો જવાબ આપીશ.’ 13 ડિસેમ્બર 2001માં સંસદ ભવન પર આતંકવાદી હુમલો થયો હતો.

ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ વીડિયોમાં કહ્યું કે, ભારતીય એજન્સીઓએ તેમની હત્યાનો પ્લાન બનાવ્યો હતો, જે સફળ થયો હતો. હવે તે 13મી ડિસેમ્બરે સંસદ પર હુમલો કરીને હુમલાની યોજનાનો જવાબ આપશે. વીડિયોમાં પન્નુએ સંસદ ભવન હુમલાના આરોપી અફઝલ ગુરુનું પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું. તેમાં લખ્યું છે કે ‘દિલ્હી બનશે પાકિસ્તાન’.

પન્નુનો વીડિયો જોયા બાદ સુરક્ષા એજન્સીઓએ શું કહ્યું?

પન્નુનો આ નવો વીડિયો જોયા બાદ સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે, આ વીડિયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે આ સ્ક્રિપ્ટ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ‘ISI’ના K-2 ડેસ્ક દ્વારા પન્નુને લખવામાં આવી છે. વાસ્તવમાં, વીડિયોમાં એક તરફ પન્નુ ખાલિસ્તાનનો એજન્ડા ચલાવી રહ્યો છે, તો બીજી તરફ અફઝલ ગુરુનું નામ લઈને તે કાશ્મીરી આતંકવાદીઓ અને પાકિસ્તાનના કાશ્મીર એજન્ડાને પણ સમર્થન આપી રહ્યો છે. પન્નુના આ વીડિયો બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: