Lok Sabha Election 2024/ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 19 એપ્રિલે આ બેઠકો પર મતદાન

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર બુધવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે.

Top Stories India
YouTube Thumbnail 2024 04 17T190241.857 પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 19 એપ્રિલે આ બેઠકો પર મતદાન

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર બુધવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તમામ રાજકીય પક્ષોએ જોરદાર રોડ શો અને રેલીઓ યોજી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના નલબારીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી, ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સપાના વડા અખિલેશ યાદવે ગાઝિયાબાદમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી.

પીએમ મોદીએ આસામની રેલીમાં કહ્યું કે 4 જૂને પરિણામ શું આવવાનું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જણાવી દઈએ કે આ વખતે પણ લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. જ્યારે બીજા તબક્કા માટે 26 એપ્રિલે મતદાન થશે. જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.

પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન

જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલ 2024ના રોજ મતદાન થશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશની 80માંથી માત્ર 8 બેઠકો માટે મતદાન થશે. જ્યારે ઉત્તરાખંડની પાંચેય બેઠકો પર મતદાન થશે. જ્યારે અરુણાચલમાંથી 2, આસામમાંથી 5, બિહારમાંથી 4, છત્તીસગઢમાંથી એક, મધ્યપ્રદેશમાંથી 6, મહારાષ્ટ્રમાંથી 5, મણિપુરમાંથી 2, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ-કાશ્મીરમાંથી 2 લક્ષદ્વીપ અને પુડુચેરીમાં એક-એક સીટ પર મતદાન થશે. રાજસ્થાનની 12 સીટો, તમિલનાડુની 39 સીટો અને પશ્ચિમ બંગાળની ત્રણ સીટો માટે મતદાન થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મમતાનો ચૂંટણી ઢંઢેરો, સીએએ રદ કરીશું અને એનઆરસી બંધ કરીશું, યુસીસી લાગું નહીં કરીએ

આ પણ વાંચો:ભાજપના ઉમેદવાર રવિ કિશન પર ગંભીર આરોપ લગાવનાર મહિલા વિરુદ્ધ FIR

આ પણ વાંચો:જલગાંવની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 17 કામદારો ઘાયલ

આ પણ વાંચો:મહિલા કોન્સ્ટેબલ અને પુરુષ કોન્સ્ટેબલના શંકાસ્પદ અવસ્થામાં મળ્યા મૃતદેહ