મહારાષ્ટ્રના જલગાંવમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં 17થી વધુ કામદારો ઘાયલ થયા છે અને એકનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા કામદારો ફેક્ટરીમાં ફસાયેલા છે. મળતી માહિતી મુજબ આગ પહેલા એક મોટો વિસ્ફોટ થયો હતો. આ પછી સમગ્ર ફેક્ટરીમાંથી આગની જ્વાળાઓ ભભૂકતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા.
આગની માહિતી મળતાં જ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આગને જોતા લાખોનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. આગનું કારણ પણ હજુ સુધી જાણી શકાયું નથી.
અગાઉ પણ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કેમિકલ મેન્યુફેકચરિંગ કંપનીમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને પાંચ ઘાયલ થયા હતા. થાણેમાં અંબરનાથ MIDCમાં નાઈટ્રિક એસિડના એક ટેન્કર પાસે શનિવારે સાંજે લગભગ 4 વાગ્યે આગ લાગી હતી. એક્સ-રે અને એમઆરઆઈમાં વપરાતી વસ્તુઓ બનાવનાર કંપની બ્લુ જેટ હેલ્થકેરમાં આગ લાગી હતી.
આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી
આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી