Not Set/ લોકરક્ષક ની ભરતી પ્રક્રિયામાં વિલંબ, ઉમેદવારોમાં ભારે રોષ, કરશે આંદોલન

લોકરક્ષક ની ભરતી પ્રક્રિયામાં વિલંબ થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવામાં આવી રહ્યો છે. અને આ મામલે ઉમેદવારોની ધીરજ હવે ખુટતી જોવ મળી રહી છે, માટે જ આ મામલાને લઇને 2 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે પ્રવિણ રામની આગેવાનીમાં ઉગ્ર આંદોલન થશે તેવા જાહેરાત કરવામાં આવી છે. 2 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં લોકરક્ષક ઉમેદવારો ઉમટી પડે એવી શક્યતા […]

Top Stories Gujarat
pjimage 1 5 લોકરક્ષક ની ભરતી પ્રક્રિયામાં વિલંબ, ઉમેદવારોમાં ભારે રોષ, કરશે આંદોલન

લોકરક્ષક ની ભરતી પ્રક્રિયામાં વિલંબ થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવામાં આવી રહ્યો છે. અને આ મામલે ઉમેદવારોની ધીરજ હવે ખુટતી જોવ મળી રહી છે, માટે જ આ મામલાને લઇને 2 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે પ્રવિણ રામની આગેવાનીમાં ઉગ્ર આંદોલન થશે તેવા જાહેરાત કરવામાં આવી છે.

2 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં લોકરક્ષક ઉમેદવારો ઉમટી પડે એવી શક્યતા જોવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, અંદાજીત દોઢ વર્ષથી છે ભરતી વિલંબમાં પડી છે, અને સરકાર દ્વારા આ મામલે કોઇ હિલચાલ આપવામાં ન આવતા સમગ્ર મામલે હવે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી રહી છે.

પરીક્ષાનું પરિણામ આવી ગયું તેને પણ 6 મહિના જેટલો સમય થવા આવ્યો છતાં તંત્ર ઊંઘમાં જ જોવામાં આવી રહ્યું છે. એસ સી – એસ ટી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સરકારને અંદાજીત 6 મહિના જેટલો સમય લાગ્યો તે આશ્ચર્ય જનક બાબત છે. લોકરક્ષક ભરતી બોર્ડની ઓફીશીયલ સાઈડ પર નવેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરવાની જાહેરાત કરી હોવા છતાં હજુ સુધી કોઈ એંધાણ દેખાતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.