Not Set/ શતાબ્દી ટ્રેનમાં ‘હું પણ ચોકીદાર’ વાળા કપમાં ચા, વિવાદ વકર્યો

વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણી પ્રચાર ચા થી લઈને ચોકીદાર પર જઈને રોકાય ગયું છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર છે’ નું સૂત્ર આપ્યું તો પીએમ મોદીએ પલટવાર કરતા ‘હું પણ ચોકીદાર’ના નારાને ઉન્નત કર્યું. હવે આ સૂત્ર ચા ના કપ પર લખવામાં આવ્યું તો વિવધ ઉભો થઇ ગયો.રેલ્વેમાં ચા ના કપ પર ‘હું […]

Top Stories India Trending
divvya 6 શતાબ્દી ટ્રેનમાં 'હું પણ ચોકીદાર' વાળા કપમાં ચા, વિવાદ વકર્યો

વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણી પ્રચાર ચા થી લઈને ચોકીદાર પર જઈને રોકાય ગયું છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર છે’ નું સૂત્ર આપ્યું તો પીએમ મોદીએ પલટવાર કરતા ‘હું પણ ચોકીદાર’ના નારાને ઉન્નત કર્યું. હવે આ સૂત્ર ચા ના કપ પર લખવામાં આવ્યું તો વિવધ ઉભો થઇ ગયો.રેલ્વેમાં ચા ના કપ પર ‘હું પણ ચોકીદાર’ વાળા નારા પર વિવાદ શરૂ થઇ ગયો છે.

cup_032919015954.jpg

વાસ્તવમાં થયું એવું કે કાઠગોદામ શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરોને ‘હું પણ ચોકીદાર’ વાળા કપમાં ચા આપવામાં આવી. એક વ્યક્તિએ તેની ફરિયાદ કરી. ત્યારબાદ રેલ્વેએ કપ પાછો લઇ લીધો. જોકે ચૂંટણી કમિશન આના પર મૌન છે, પરંતુ સૂત્રો અનુસાર, આયોગ કહે છે કે આ કપને કોઈ રાજકીય પક્ષથી લેવાદેવા નથી. આ સંકલ્પ ફાઉન્ડેશનથી જોડાયેલ કપ છે.

જણાવીએ કે રેલ્વેએ કેસમાં કાર્યવાહી કરી છે. રેલ્વે તરફથી જારી કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ આજ થયું પણ તરત જ કપ હટાવામાં આવ્યા. ઠેકેદાર સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુપરવાઇઝર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.