RajkotAyurvedicPeenaKand/ ભાવનગર પોલીસે રાજકોટ આયુર્વેદિક પીણા કાંડના ફરાર આરોપીને ઝડપ્યો

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે.માં આયુર્વેદિક પીણાના નામે નશાકારક પીણાં વેચાણ કરતાં હોવા અંગે દાખલ થયેલ ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપ્યો હતો. 

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 01 24T145616.843 ભાવનગર પોલીસે રાજકોટ આયુર્વેદિક પીણા કાંડના ફરાર આરોપીને ઝડપ્યો

ભાવનગરઃ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે.માં આયુર્વેદિક પીણાના નામે નશાકારક પીણાં વેચાણ કરતાં હોવા અંગે દાખલ થયેલ ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપ્યો હતો.

ભાવનગર રેન્જ આઈ.જી.પી ગૌતમ પરમાર ભાવનગર પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. બી.એચ. શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારી ઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સૂચના આપવામાં આવી હતી.

આ સૂચનાના સંદર્ભમાં પેટ્રોલિંગ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે આયુર્વેદિક પીણાના નામે નશાકારક પીણાં વેચાણ કરતાં હોવા અંગે રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે.માં દાખલ થયેલ ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી સુરપાલસિંહ જીલુભા જાડેજાને ઝડપ્યો હતો.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે રાજકોટ શહેરમાં આયુર્વેદિક પીણાના નામે નશાકારક પીણાં વેચાણ નો આરોપી સુરપાલસિંહ જીલુભા જાડેજા ભાવનગર, પટેલનગર, રાજેશ્વર મહાદેવના મંદિર પાસે રોડ ઉપર ઉભો છે આ બાતમીની ચોકસાઈ કરતાં આરોપી સુરપાલસિંહ જીલુભા જાડેજા ત્યાં જ હતો. પોલીસે તેને ઝડપી લઈ બોરતળાવ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.આ અંગે રાજકોટ શહેર, ડી.સી.બી. પોલીસ સ્ટેશનને જાણ કરી દેવાઈ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી વનરાજભાઇ ખુમાણ, જગદેવસિંહ ઝાલા, લગ્ધીરસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ જોડાયા હતા.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ