unseasonal Rain in Gujarat/ ગુજરાત : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને કરી આગાહી, આ દિવસોમાં પડશે વરસાદ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.  જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે.

Top Stories Gujarat
YouTube Thumbnail 12 ગુજરાત : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને કરી આગાહી, આ દિવસોમાં પડશે વરસાદ

ગુજરાતમાં ઠંડીની લહેર વચ્ચે કમોસમી વરસાદની શકયતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.  જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ઉત્તરભારતમાં તોફાની પવન અને કરા સાથે વરસાદ જોવા મળી શકે. ખાસ કરીને તેની અસર રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગો પર થઈ શકે છે. આમ, ઉત્તરભારતમાં વાતાવરણમાં થયેલ પલટાની અસર ગુજરાતમાં જોવા મળતા  આગામી 27- 28 જાન્યુઆરી તેમજ ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરી વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વિશે અવારનવાર આગહી કરનારા અંબાલાલે વધુ એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું હતું કે, દેશના ઉતરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષાને લીધે 26 તેમજ 27 જાન્યુઆરી એ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર નાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, તેમજ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જોકે મધ્ય ગુજરાતમાં સામાન્ય વાતાવરણ સાથે તાપમાન ઊંચું જવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

Gujarat Rain Alert : ગુજરાતમાં ચાર દિવસ સુધી પડશે કમોસમી વરસાદ, આ  જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી - BBC News ગુજરાતી

ગુજરાતમાં સૌથી વધુ નલિયામાં ઠંડી પડી. રાજ્યમાં સરેરાશ તાપમાન 10 ડિગ્રીથી 22 ડિગ્રી વચ્ચે જોવા મળ્યું. ઉત્તરીય ભાગોમાં વધુ ઠંડી જોવા મળી જ્યારે મધ્ય અને દક્ષિણ ભાગોમાં વાતાવરણમાં બદલાવ રહ્યો.  જાન્યુઆરીના અંતિમ દિવસોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા 27 અને 28 જાન્યુઆરીએ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. વરસાદને પગલે તાપમાનમાં 30-32 સુધીનો વધારો જોવા મળી શકે છે. કહી શકાય કે જાન્યુઆરીની વિદાય સાથે ઠંડી પણ વિદાય લેશે અને ગરમીનું ધીરે-ધીરે આગમન થશે.

ગુજરાતમાં આ વર્ષે જોઈએ તેવી ઠંડી નથી પડી. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય જોવા મળ્યું. જો કે આ વર્ષે થોડા દિવસો પહેલા માવઠું જોવા મળ્યું. 26 ડિસેમ્બરના રોજ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો વરસાદ પડ્યો હતો. ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હતું. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી હતી. ત્યારે હવે જાન્યુઆરી મહિનામાં એટલે કે શિયાળાની સિઝનમાં ફરી માવઠાની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.  કમોસમી વરસાદ થતા ખેતીમાં મોટુ નુકસાન થવાની ભીતિ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ અયોધ્યા રામ મંદિરઃ બીજા દિવસે 5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા રામલલાના દર્શન, ભક્તોની ભીડ વધતા CM યોગીએ ભક્તોને સહકાર આપવા કરી અપીલ