Not Set/ ટ્રમ્પની ચેતવણી, ઈરાન ઈચ્છે છે લડાઈ તો અમેરિકા કરશે વિનાશ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપતા કહ્યું કે જો તેણે અમેરિકન હિતોં પર હુમલો કર્યો તો તેનો વિનાશ કરવામાં આવશે.અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે અને આવામાં ટ્રમ્પના આ નિવેદનથી પરિસ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. ટ્રમ્પે રવિવારે ટ્વીટ કર્યું કે, “જો ઈરાન લડાઈ લડવા માંગે છે, તો તેનો સત્તાવાર રીતે અંત […]

Top Stories World
yyyh ટ્રમ્પની ચેતવણી, ઈરાન ઈચ્છે છે લડાઈ તો અમેરિકા કરશે વિનાશ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપતા કહ્યું કે જો તેણે અમેરિકન હિતોં પર હુમલો કર્યો તો તેનો વિનાશ કરવામાં આવશે.અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે અને આવામાં ટ્રમ્પના આ નિવેદનથી પરિસ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે.

ટ્રમ્પે રવિવારે ટ્વીટ કર્યું કે, “જો ઈરાન લડાઈ લડવા માંગે છે, તો તેનો સત્તાવાર રીતે અંત થઇ જશે.” આગળથી હવે અમેરિકાને ધમકી આપવી નહીં.’

વૉશિંગટન અને તેહરાન વચ્ચેનો તણાવ ટોચ પર છે અને અમેરિકાએ એક કેરિયર ગ્રુપ અને બી -52 બોમ્બરને ખાડીમાં તૈનાત કરી લીધા છે. ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ જાવેદ ઝરીફે શનિવારે ઇરાની ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, ”કોઈ યુદ્ધ નહીં થાય કારણ કે ના અમે લડવા માંગીએ છીએ અને ના કોઈ પણ ભ્રમ છે કે તેઓ આ વિસ્તારમાં ઇરાનનો સામનો કરી શકે છે.”

આ અગાઉ અમેરિકન રાજદ્વારીઓએ ચેતવણી આપી હતી કે ફારસની ખાડીની ઉપરથી પસાર થનાર કમર્શલ વિમાનોંને જોખમનો સામનો કરવો પડી શકે છે. આ ચેતવણી એક સમયે જારી કરવામાં આવી હતી જ્યારે ઈરાને કહ્યું હતું કે તે ખાડી દેશોમાં સરળતાથી અમેરિકન જહાજોને લક્ષ્ય બનાવી શકે છે. નોંધનીય છે કે પહેલા પણ ઈરાન કહેતો હતો કે તે તેલના પુરવઠાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ (હૉર્મુઝ જલડમરૂમધ્ય)ને બંધ કરી શકે છે.

તણાવનું કારણ

ઓબામા વહીવટ સમયે, ઈરાનની સાથે પી5+ 1 દેશો,,જર્મની અને યુરોપીયન સંઘનાના ન્યુક્લિયર ડીલ પર સંમત થયા હતા, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળની નવી યુએસ સરકારે સોદો છોડી દીધો છે. આ પછી, ઈરાન પર ફરીરહી અમેરિકા દ્રારા પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.