ઉધોગપતિ કચ્છમાંથી કરોડો રૂપિયા કમાઈ જાય છે, પણ ક્ચ્છ માટે કઈ કરતા નથી
કચ્છમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દર્દી આજે સારવાર મેળવવા માટે રઝળી રહ્યો છે. હોસ્પિટલમાં જગ્યા નથી, સાધનો નથી તેવા સમયે એકમાત્ર સરકારી હોસ્પિટલનું સુકાન પણ અદાણી ગ્રૂપ દ્વારા કરવામાં આવે છે. પણ અફસોસ અદાણી સંચાલિત ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ મોતના માંચડા સમાન બની ગઈ છે.
જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ગામે ગામથી દર્દીઓ આવી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ થવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભવું પડે છે. ક્ચ્છ ઉધોગોનો જિલ્લો છે ઉધોગપતિ આગળ આવે તો કચ્છનાં લોકોને ગામે ગામ સારવાર મળી શકે પણ કચ્છની કમનસીબી એ છે કે,ઉધોગપતિ કચ્છમાંથી કરોડો રૂપિયા કમાઈ જાય છે. પણ ક્ચ્છ માટે કઈ કરતા નથી જેના પાપે આજે વેન્ટિલેટર હોય કે ઓક્સિજન બેડ કે પછી અન્ય કોઈ સવલતો મેળવવા દર્દીના સગા આમથી તેમ ભટકતા નજરે પડે છે.
જિલ્લા કોંગ્રેસના આગેવાન પી.સી.ગઢવીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી તેઓએ જણાવ્યું કે,અદાણી હોસ્પિટલનું સંચાલન કરે છે પણ આજે હાલત એવી છે કે આ હોસ્પિટલ મોતનું કેન્દ્ર બની ગઈ છે રોજ લોકો મોતને ભેટે છે નાના માણસો હેરાન થાય છે કોંગ્રેસ દ્વારા દર્દીઓને સારી સારવાર મળે એ માટે પ્રયાસ કરી દર્દીઓની જિંદગી બચે એ દિશામાં કામ કરવમાં આવશે.