ગોધરા/ પતંગ પકડવા જતા યુવકને મળ્યું મોત, માલગાડી સાથે ટક્કર થયા થયા બે ટુકડા

ગોધરા શહેરનાં પુરાવા ફાટક પાસે કાળજુ કંપાવી નાંખે તેવી ઘટના બની છે. ઉત્તરાયણ નજીક આવતા લોકો પતંગ ચગાવવા માટે તત્પર હોય છે. ત્યારે 22 વર્ષીય યુવક પતંગ પકડવા જતા માલગાડીની અડફેટે આવી ગયો હતો.

Gujarat Others
પતંગ

ઉત્તરાયણ (Kite Festival) પહેલા ગોધરા (Godhra) માં અકસ્માતનો એક બનાવ સામે આવ્યો છે. ગોધરા શહેરના ભાગોળ નજીક ફાટક પાસે પતંગ પકડવા ગયેલો યુવક ટ્રેનની અડફેટે આવી ગયો હતો.અકસ્માતમાં યુવક મૃત્યું થયું છે. ટ્રેનની અડફેટે આવેલા યુવકની હજુ સુધી ઓળખ થઈ નથી. રેલ્વે પોલીસે યુવકની ઓળખ માટેની તપાસ હાથ ધરી છે.

પંચમહાલ ગોધરાહવે ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પતંગ લૂંટવા માટે નાના બાળકો પોતાનો જીવ દાવ પર લગાવી દેતા હોય છે. મોટાભાગે લોકોને પતંગ પકડવાનો પણ અનોખો શોખ રાખતા હોય છે. આવી જ એક હૃદય કંપાવી નાખે એવી ઘટના ગોધરા શહેરા ભાગોળ ફાટક પાસે આવી છે. જ્યાં અંદાજે ૨૦થી ૨૨ વર્ષીય યુવકે પતંગ પકડવાના પ્રયાસોમાં પોતાનો જીવ ગુમાવ્યો.

New Project 2023 01 02T112735.410 પતંગ પકડવા જતા યુવકને મળ્યું મોત, માલગાડી સાથે ટક્કર થયા થયા બે ટુકડા

ગોધરા શહેરના શહેરા ભાગોળ ફાટક નજીક હૃદય કંપાવી નાખે એવી ઘટના બની હતી, જેમાં ફાટક નજીક રેલ્વે ટ્રેક પાસે એક વ્યક્તિ પંતગ લૂટવા દોળતા ગુડસ્ ટ્રેનએ અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજયું હતું, બનાવને પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટ્યા હતા, ટ્રેનની અડફેટે મૃત્યુ પામનાર યુવકની ઓળખ કરવા માટે રેલ્વે પોલીસે કામગીરી હાથ ધરી હતી.

ઘટનાન પ્રત્યક્ષદર્શીના મતે યુવક પતંગ પકડવામાં એટલો મશગુલ હતો કે તેને ધ્યાન જ ન રહ્યું કે ટ્રેન આવી રહી છે. આમ પતંગ પકડવા મુકેલી દોટ યુવકને મોતના દ્વાર સુધી ખેંચી ગઈ હતી. રેલ્વે ટ્રેક પર યુવકના ટ્રેન સાથે થયેલા અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગુજરાત રેલવે પોલીસ અને રેલવેના કર્મચારી સ્થળ પર પહોંચી ગયા હતા.

આ પણ વાંચો:ગુજરાત બોર્ડે 10 અને 12ની પરીક્ષાની ડેટશીટ કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષા

આ પણ વાંચો:ફિલ્મ જોનારાઓને બહારનું ખાવા-પીવાનું અંદર જઈ જતાં અટકાવવાનો સિનેમા હોલને અધિકાર: SC

આ પણ વાંચો:દિલ્હીમાં 16-17 જાન્યુઆરીએ યોજાશે ભાજપ કાર્યકારિણીની બેઠક, JP Nadda નો કાર્યકાળ લંબાવવાની શક્યતા