રાજનીતિક/ હવે થાક બહુ થયો, ચાલો નવું કંઈ કરીએ: કૈલાશ ગઢવી

કૈલાશ ગઢવી પક્ષના 10 થી 15 જેટલા હોદ્દેદારો કોંગ્રેસ પક્ષ છોડશે. ત્યારે તેમણે કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે, જૂના અને પક્ષ માટે કામ કરનારાઓને કોંગ્રેસ સાચવી નથી રહ્યું.

Gujarat Others
કૈલાશ ગઢવી
  • કોંગ્રેસના નેતા કૈલાશ ગઢવી જોડાશે AAPમાં
  • કૈલાશ ગઢવીએ કાલે ટ્વીટ કરી આપ્યા હતા સંકેત
  • હવે થાક બહુ થયો, ચાલો નવું કંઈ કરીએ: ગઢવી
  • અગાઉ અરવિંદ કેજરીવાલ સાથે કરી છે મુલાકાત
  • ટ્વીટ કરીને કોંગ્રેસ પર કર્યા હતા પ્રહાર
  • સરકાર બનાવવાની કટ્ટર સંકલ્પના અભાવે કોંગ્રેસ નિષ્ફળ
  • નિષ્ફળતાથી સૌથી મોટું નુકસાન કાર્યકરોને થયું

ગુજરતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવા જઈ રહી છે. ત્યારે આવામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસના નેતા કૈલાશ ગઢવીએ કોંગ્રેસનો સાથ છોડી દીધો હોવાનું સામે આવ્યું છે.  કૈલાસ ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. કૈલાશ ગઢવી પક્ષના 10 થી 15 જેટલા હોદ્દેદારો કોંગ્રેસ પક્ષ છોડશે. ત્યારે તેમણે કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે, જૂના અને પક્ષ માટે કામ કરનારાઓને કોંગ્રેસ સાચવી નથી રહ્યું. કૈલાશ ગઢવીએ ટ્વીટ કરીને નવાજૂની કરવાના સંકેત આપ્યા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કૈલાશ ગઢવી આપમાં જોડાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસ પ્રવકતા અને નેતા કૈલાશ ગઢવીએ પક્ષમાં ઇમાનદાર લોકોની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું ધર્યું હતું. તેમણે તે સમયે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર લોકોને ટિકિટ આપવામાં આવે છે. જ્યારે પક્ષને વફાદાર લોકોને ટિકિટ અપાતી નથી. કૈલાશ ગઢવી ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ હતા. જોકે તે સમયે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવી રહી હોવાથી કૈલાસ ગઢવીને સાઉથ કોલકત્તાના નિરીક્ષક બનાવવામાં આવતાં તેમણે રાજીનામું પાછું ખેચી લીધું હતું. હવે ફરી કોંગ્રેસનું નાક દબાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું પક્ષના કેટલાક લોકો કહી રહ્યા છે.

કોંગ્રેસમાં એક બાદ એક નારાજગીના સૂર ઉઠી રહ્યા છે. અહેમદ પટેલના દિકરાએ અગાઉ ટ્વિટ કરીને કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે કૈલાસ ગઢવીએ રાજીનામુ આપતા કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે. તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું કે સત્તા મેળવવા માટે કે સરકાર બનાવવા માટે કટ્ટર સંકલ્પના અભાવમાં છેલ્લા ઘણા સમયથી  કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવવામાં અસફળ રહ્યું છે. જેના કારણે સૌથી વધુ નુકસાન જમીની સ્તર સાથે જોડાયેલા એ કાર્યકર્તાઓને થાય છે જેઓ દિવસ રાત મહેનત કરે છે. હવે  બહુ થાક થયો, ચાલો કંઇક નવું કરીએ. તો બીજી તરફ મળતી માહિતી મુજબ કૈલાશ ગઢવી પક્ષના 10થી 15 જેટલા હોદ્દેદારો પણ કોંગ્રેસ છોડશે.

આ પણ વાંચો:હાર્દિક પટેલે ફરી પોકાર્યો બળવો, કહ્યું- ભાજપ પાસે સારી નિર્ણય લેવાની શક્તિ છે

આ પણ વાંચો:LRD ભરતી આંદોલનનો આવ્યો અંત, રાજ્ય સરકારે સ્વીકારી માંગ