CABINATE/ ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટ બેઠક, આ મામલે ચર્ચા અને નિર્ણય

બુધવાર એટલે પરંપરા પ્રમાણે ગુજરાત માટે કેબિનેટ બેઠકનો દિવસ અને આજે પરંપરા મુજબ દ ગુજરાતની રુપાણી સરકારનાં મંત્રીઓની  ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળશે. ગાંધીનગરનાં સ્વર્ણિમ સંકુલમાં

Top Stories Gujarat Others
gujarat cabinate meeting ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટ બેઠક, આ મામલે ચર્ચા અને નિર્ણય

બુધવાર એટલે પરંપરા પ્રમાણે ગુજરાત માટે કેબિનેટ બેઠકનો દિવસ અને આજે પરંપરા મુજબ દ ગુજરાતની રુપાણી સરકારનાં મંત્રીઓની  ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળશે. ગાંધીનગરનાં સ્વર્ણિમ સંકુલમાં CM વિજય રુપાણીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં તમામ મંત્રી, પદ્દાધિકારી સહિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજરી આપશે.

ગુજરાત સરકારની આદિવાસી જાતિના લાભાર્થીઓ માટે મોટી જાહેરાત, નવા કમિશનની  કરાશે રચના | Gujarat cabinet meeting CM Vijay Rupani

ગુજરાત કેબિનેટ બેઠકમાં આજે રાજ્યમાં કોરોનાની હાલની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે, તો સાથે સાથે કોરોના વેક્સિનેશનને લઇને આમ તો તમામ શહેરોનાં તંત્ર તૈયાર જ છે છાત આ મામલે પણ ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. વળી કોરોનાનાં કાળનાં કારણે હાલમાં ગુજરાતનાં 4 શહેરોમાં રાત્રિ કરફ્યૂ છે, જે પૂર્ણવાનાં આરે છે, ત્યારે કર્ફ્યુમાં  ઢીલ આપવા મુદ્દે પણ ચર્ચા થવાની શક્યતા જોવામાં આવી રહી છે.

Gujarat government focuses on crop insurance, irrigation to address  agrarian crisis
ગુજરાત માટે પતંગ એક પરંપરાગત તહેવાર હોય અને  ઉત્તરાયણ નજીકમાં જ હોય, ઉત્તરાયણની ઉજવણી સંદર્ભે ગાઈડલાઇન મુદ્દે પણ કોબિનેટ બેઠકમાં ચર્ચા જોવામાં આવે તેવી સંભાવનાઓ છે. સાથે સાથે કષ્ટદાયક કહી શકાય તેવા વર્ષ 2020ને બાયબાય કરવાનો સમય પણ હોવાનાં કારણે 31ની ઉજવણીને લઇને સુરક્ષાવ્યવસ્થા મુદ્દે સમીક્ષા કરાશે.

Gujarat Education Minister meeting on school fee for Extra curricular  activities |

દેશભરમાં હાલ ખેડૂતનો મુદ્દો વિશેષ હોવાનાં કારણે ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન ઉગ્ર બની રહ્યું છે તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે નીતિ વિષયક અને વહીવટી બાબતો પર પણ ચર્ચા કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…