Not Set/ ધરતીપુત્રો માટે આવ્યા ખુશીના સમાચાર, આ વર્ષે ૯૭ ટકા વરસાદ રહેવાની હવામાન ખાતાએ કરી આગાહી

દિલ્લી, દેશના કૃષિ ક્ષેત્ર અને અર્થવ્યવસ્થા માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન ખાતા દ્વારા આ વર્ષ દરમિયાન ૯૭ ટકા જેટલો વરસાદ થવાની શક્યતા  છે. સોમવારે હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષના જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીના મોનસૂન સમયગાળા દરમિયાન વરસાદ સામાન્ય રહેવાનું અનુમાન લગાવ્યું છે. આ ઉપરાંત મોનસૂન મે મહિનાના અંતિમ સપ્તાહમાં કે જૂનના […]

Top Stories
sdddg ધરતીપુત્રો માટે આવ્યા ખુશીના સમાચાર, આ વર્ષે ૯૭ ટકા વરસાદ રહેવાની હવામાન ખાતાએ કરી આગાહી

દિલ્લી,

દેશના કૃષિ ક્ષેત્ર અને અર્થવ્યવસ્થા માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન ખાતા દ્વારા આ વર્ષ દરમિયાન ૯૭ ટકા જેટલો વરસાદ થવાની શક્યતા  છે.

સોમવારે હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષના જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીના મોનસૂન સમયગાળા દરમિયાન વરસાદ સામાન્ય રહેવાનું અનુમાન લગાવ્યું છે. આ ઉપરાંત મોનસૂન મે મહિનાના અંતિમ સપ્તાહમાં કે જૂનના પહેલા અઠવાડિયામાં કેરળ પહોંચી શકે છે એવી સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના ડીજી કે જી રમેશે જણાવ્યું, ” મોનસૂનની લાંબી અવધિ (લોંગ પીરિયડ એવરેજ)માં એવરેજ ૯૭ ટકા રહેશે જે આ હવામાન માટે સામાન્ય છે. આ વર્ષ દરમિયાન ઓછા વરસાદની ખુબ ઓછી સંભાવનાઓ છે.

આ પહેલા હવામાનનું પૂર્વાનુમાન લગાવનારી પ્રાઇવેટ એજન્સી સ્કાઈમેટ દ્વારા પણ ૪ એપ્રિલના રોજ કહેવામાં આવ્યું હતું કે, ૨૦૧૮માં મોનસૂન ૧૦૦ ટકા સામાન્ય રહેવાનો અંદાજ છે.

હવામાન ખાતાની વરસાદ અંગેની આગાહી મુજબ, વરસાદનું એલપીએ ૯૬-૧૦૪ ટકા રહે છે તો તેને સામાન્ય મોનસૂન કહેવામાં આવતું હોય છે. જયારે સામાન્યથી વધુ મોનસૂનમાં વરસાદની એલપીએ ૧૦૪-૧૧૦ ટકા હોય છે. એલપીએના ૧૧૦ ટકાથી વધુ હોવા પર તેને અત્યાધિક (મુશળધાર) વરસાદ કહેવામાં આવે છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર આંકડા મુજબ, ૪૨ ટકા વરસાદની સંભાવના સામાન્ય વરસાદની છે પરંતુ ૧૨ ટકા અણસાર સામાન્યથી વધુ વરસાદ થઇ શકે છે.

આ પહેલા વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૬ વર્ષે વરસાદ સામાન્ય રહ્યો હતો જયારે ૨૦૧૪ અને ૨૦૧૫માં વરસાદ ઓછો હોવાના કારણે દેશમાં પાણીની તંગી સર્જાઈ હતી.

મહત્વનું છે કે, ભારત એક ખેતીપ્રધાન દેશ હોવાની સાથે દેશની ૫૦ ટકાથી વધુ આબાદી ખેતી પર નિર્ભય છે ત્યારે આ સમાચાર જગતના તાત કહેવાતા ખેડૂતો માટે રાહતમય બની રહેશે. આ ઉપરાંત દેશની અર્થવ્યવસ્થા પણ સારા મોનસૂનની સીધી અને સકારાત્મક અસર જોવા મળતી હોય છે.