Gujrat/ અમરોલીમાં રત્નકલાકાર બે સગા ભાઈએ કર્યો આપઘાત, આર્થિક સંકડામણ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ

સુરત : અમરોલી વિસ્તારમાં રત્નકલાકાર  બે સગાભાઈઓએ આપઘાત કર્યો. બંને ભાઈઓએ આર્થિક સંકડામણના કારણે અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 21T143751.084 અમરોલીમાં રત્નકલાકાર બે સગા ભાઈએ કર્યો આપઘાત, આર્થિક સંકડામણ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ

સુરત : અમરોલી વિસ્તારમાં રત્નકલાકાર  બે સગાભાઈઓએ આપઘાત કર્યો. બંને ભાઈઓએ આર્થિક સંકડામણના કારણે અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો. બે સગાભાઈએ અનાજ નાખવાની દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું. આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકાર બે સગાભાઈઓએ આપઘાત કર્યો. દરમ્યાન પોલીસને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બંને ભાઈઓએ હોમ લોન લીધી હતી. તેમના નામ પરીક્ષિત ચંદુભાઈ સુતરિયા અને હિરેન ચંદુભાઈ સુતરિયા હોવાનું જાણવા મળ્યું. બંને ભાઈઓમાં એક ભાઈની ઉંમર 34 વર્ષ છે અને બીજા ભાઈની ઉંમર 32 વર્ષ છે.

રત્નકલાકાર બંને ભાઈ અમરોલી વિસ્તારમાં સ્વીટ હોમ સોસાયટીમાં ત્રીજા માળ પર રહે છે. સુતરિયા પરિવારના બે સગા ભાઈઓએ સ્વીટ હોમ સોસાયટીમાં માતા સાથે એક જ ઘરમાં સાથે રહે છે. 22 વર્ષ પહેલા તેમના પિતા ચંદુભાઈનું અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ સુતરિયા પરિવારના બંને દિકરાઓ આજીવિકા માટે રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. સુતરિયા પરીવારની પહેલાથી જ આર્થિક સ્થિતિ સારી નહોતી. સંબંધીઓએ આર્થિક સહાય કરતા પિતા ચંદુભાઈએ આ ફલેટ લીધો હતો. ચંદુભાઈને બે દિકરા અન બે દિકરીઓ છે. ચારેય સંતાનના લગ્ન થઈ ગયા છે. જો કે નાના દિકરા હિરેનના લગ્ન હજુ 8 મહિના પહેલા જ થયા હતા.

રત્ન કલાકાર બંને ભાઈઓએ ગતરોજ બપોરે 2 વાગ્યાની આસપાસ ઘરે હતા ત્યારે કંઈ કામ હોવાનું કહી બંને રૂમમાં ગયા. આ સમયે તેમની પત્નીઓ પણ ઘરમાં હાજર હતી. બંને ભાઈઓએ રૂમમાં ગયા બાદ અનાજમાં નાખવાની દવા પી લીધી. થોડા સમયમાં પરિવારના લોકોને આની જામ થતા પડોશી અને સંબંધી મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં ટૂંકી સારવારમાં બંને ભાઈઓનું મૃત્યુ થયું. પોલીસે સંબંધીઓ, મિત્રો અને પડોશીઓના નિવેદન લેતા જાણવા મળ્યું કે બંને ભાઈઓએ હોમ લોન લીધી હતી અને મંદીના કારણે કામ ના હોવાથી ફલેટના હપ્તા ચૂકી ગયા હોય તેવું હોઈ શકે. પરંતુ એવું કયારેય નહોતું લાગતું કે તેઓ આવું કોઈ પગલું ભરી શકે. પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gandhi Family/આ વખતે સોનિયા, રાહુલ અને પ્રિયંકા પોતાની પાર્ટી કોંગ્રેસને વોટ નહીં આપી શકશે, જાણો કારણ

આ પણ વાંચો: Breaking News Earthquake/મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભકૂંપથી ધરા ધ્રુજી, 10 સેકન્ડ સુધી અનુભવાયા આંચકા

આ પણ વાંચો: sanjay raut/સંજય રાઉતે પીએમ મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરી, ભાજપે કહ્યું- જનતા જવાબ આપશે